Gujarati News

શામળાજી પોલીસે 10 લાખનો દારૂ ઝડપ્યો:અણસોલ ચેકપોસ્ટ પર સફેદ પાવડરની આડમાં લઈ જવાતો હતો

Published: November 10, 2025 • Language: English

શામળાજી પોલીસે ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી અણસોલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ટ્રકમાંથી સફેદ પાવડરની થેલીઓની આડમાં છુપાવેલો રૂ. 10 લાખથી વધુનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી ટ્રક સહિત કુલ રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શામળાજી પોલીસ ગુજરાત-રાજસ્થાન સરહદ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટ્રકમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકાવી તપાસ હાથ ધરી હતી. ટ્રકના ટ્રેલરમાં ઉપરના ભાગે સફેદ પાવડરની થેલીઓ ભરેલી હતી, જ્યારે તેની નીચેના ભાગે વિવિધ બ્રાન્ડની દારૂની પેટીઓ છુપાવેલી હતી. પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરીને ગુજરાતના મોરબી પહોંચાડવાનો હતો. પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read more

← Back to Home