શહેરમાં ઠંડીની સિઝનમાં તાવ – ઉઘરસના કેસો વધ્યા:મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયા અને ઝેરી મેલેરિયાના કેસો, વિવિધ કન્સ્ટ્રશન સાઇટ પર ચેકિંગ
ચોમાસા અને શિયાળાની ડબલ ઋતુના કારણે તાવ, શરદી ઉધરસ, મેલેરીયા સહિતના કેસોમાં વધારો થયો છે ખાસ કરીને પાણીજન્ય રોગોના કેસોમાં ઝાડા ઉલટી અને ટાઈફોઈડના કેસોમાં પણ વધારો થયો છે. નવેમ્બર મહિનામાં 9 દિવસમાં શહેરમાં મેલેરિયાના 25 અને ઝેરી મેલેરિયાના 6 કેસ નોંધાયા છે. જોકે ચિકનગુનિયા અને કોલેરાના કેસ ના નોંધાતા તંત્રને રાહત થઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, પાણીજન્ય રોગચાળાના કેસો સામે આવતા કોર્પોરેશન દ્વારા 1081 પાણીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 2 સેમ્પલ અનફીટ જાહેર થયા છે. નવ દિવસમાં શહેરમાં મેલેરિયાના 25 અને ઝેરી મેલેરીયાના 6 કેસ
પાણીજન્ય રોગચાળા સાથે મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયા અને ઝેરી મેલેરિયાના કેસો જોવા મળ્યા છે. શહેરમાં વિવિધ કન્સ્ટ્રકશન્સ સાઇટ પર તપાસ કરવામાં આવી છે. નવેમ્બર મહિનાના નવ દિવસમાં શહેરમાં મેલેરિયાના 25 અને ઝેરી મેલેરીયાના કેસ 6 સામે આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુના 19 કેસ સામે આવ્યા છે. આ સાથે શહેરમાં ચાલુ વર્ષમાં ડેન્ગ્યૂના કેસોની સંખ્યા 1459 પર પહોંચી ગઈ છે. જ્યારે ચીકનગુનિયાનો એક પણ કેસ સત્તાવાર રીતે નોંધાયો નથી. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા નવેમ્બર માસમાં 1073 સીરમ સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા હતા. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 17852 કરતા વધુ લોહીના નમુના લઈ તપાસ કરવામાં આવી છે.
