Gujarati News

વ્યારામાં જનજાતિ ગૌરવ યાત્રા અને યુનિટી માર્ચનું આયોજન:જનજાતિનો ગૌરવવંતો ઇતિહાસ ગૌરવ યાત્રા થકી કરાશે ઉજાગર

Published: November 8, 2025 • Language: English

વ્યારા માં ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે આવતી કાલથી આરંભ થનારી ‘જનજાતિ ગૌરવ યાત્રા’ તથા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે 17-18 નવેમ્બરે યોજાનારી ‘યુનિટી માર્ચ’ અંગે પ્રેસકોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પ્રભારી માધુભાઈ કથીરિયા, વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, મહામંત્રી રાકેશભાઈ કાચવાલા, યાત્રાનાં ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ, સહ ઇન્ચાર્જ વિરલભાઈ કોંકણી તથા શ્રીમતિ વૈશાલીબેન રાણા, તેમજ વ્યારા નગર ભાજપ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.પ્રેસકોન્ફરન્સ માં જણાવાયું હતું કે યાત્રા દરમિયાન જનજાતિ સમાજના ગૌરવપૂર્ણ ઈતિહાસ, સ્વાભિમાન અને સરદાર પટેલના એકતાના સંદેશને ગામેગામ પહોંચાડવામાં આવશે.

Read more

← Back to Home