Gujarati News

વીજપોલ બન્યો અડચણરૂપ:સરગાસણના ફાયર સ્ટેશનમાં સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ વીજ પોલ

Published: November 10, 2025 • Language: English

પાટનગરનો વિસ્તાર વધતા નવા 3 ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જેમાં રાંધેજા, ભાટ અને સરગાસણનો સમાવેશ થાય છે. રાંધેજા અને ભાટમાં હાલમાં કામગીરી ચાલુ છે, જ્યારે સરગાસણનુ ફાયર સ્ટેશન કાર્યરત કરી દેવામાં આવ્યુ છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગત 17 મેના રોજ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ મુલાકાત લઇ આવ્યા છે. જોકે, તેમના ધ્યાનમાં ફાયર સ્ટેશનના પ્રવેશદ્વાર ઉપર જ અડચણરૂપ થતો વીજ પોલ આવ્યો તે વાત અલગ છે. ફાયર સ્ટેશનની વચ્ચે જ વીજ પોલ આવ્યો હોવાના કારણે આગના બનાવમાં ઝડપભેર જતા વાહનને હળવેકથી લઇને નિકળવુ પડે છે, થોડા સમય પહેલા તો વીજ પોલનો વાયર વાહન સાથે ભરાઇ ગયો હતો, સદ નશીબેન કોઇ જાનહાનિ સામે આવી ન હતી, તેમાં ભગવાનનો પાળ માનવો જોઇએ. મહત્વની બાબત એ છેકે, ઓપનિંગ કરવામાં અધિરા બનતા નેતાઓ અને અધિકારીઓને જોઇને પણ ખ્યાલ આવ્યો નથી કે, આ વીજ પોલ કેટલો નુકશાનકારક બની શકે છે ? હાલ તો કરોડોના ખર્ચે બનેલા ફાયર સ્ટેશન આગળનો વીજ પોલ સોનાની થાળીમા લોઢાની મેખ જેવો જોવા મળી રહ્યો છે. જોકે, તેને હટાવવો કે રહેવા દેવો જોઇએ, તે અધિકારી અને પદાધિકારીઓએ વિચારવુ રહ્યુ,

Read more

← Back to Home