Gujarati News

વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી:વડોદરા જેલમાં ધકેલાઈ, ગુજરાત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ધાકધમકી, ખંડણી સહિતના 9 ગુના

Published: November 8, 2025 • Language: English

પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ અને ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ધમકાવી ખંડણી માંગવાના અનેક આરોપોમાં કુખ્યાત બનેલી કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત પોલીસે આખરે કડક કાર્યવાહીનું અંતિમ શસ્ત્ર ઉગામ્યું છે. ગુનાહિત ઇતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખી, કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા હેઠળ અટકાયતી પગલાં લીધા છે. શનિવારના રોજ, પાસાના હુકમની બજવણી કરી કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવી છે. કેમ જરૂરી બની ‘પાસા’ હેઠળની કાર્યવાહી?
સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત ધમકી, ખંડણી અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો સામે કડક વલણ અપનાવી રહી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી દ્વારા આ પ્રકારના આરોપીઓ, કે જેઓ વારંવાર પકડાવા છતાં સુધરતા નથી, તેમની સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. ચર્ચાસ્પદ કીર્તિબેન રણછોડભાઇ પટેલનું નામ આ યાદીમાં મોખરે હતું. કીર્તિ પટેલ તાજેતરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા બળજબરીથી પૈસા પડાવવાના એક ગુનામાં પકડાઈ હતી. જોકે, આ તેનો પહેલો ગુનો નહોતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતાં તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી. પાસા એક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એવા ‘આદતી ગુનેગારો’ને સમાજથી દૂર રાખવાનો છે, જેઓ જામીન પર છૂટ્યા પછી ફરીથી એ જ પ્રકારના ગુના આચરે છે. સામાન્ય કાયદાકીય પ્રક્રિયા આવા ઇસમોને રોકવામાં અપૂરતી સાબિત થતી હોવાથી, પોલીસ દ્વારા પાસા પ્રપોઝલ તૈયાર કરાયું હતું. શું છે કીર્તિ પટેલની મોડસ ઓપરેન્ડી?
કીર્તિ પટેલની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય ગુનેગારો કરતાં અલગ તરી આવે છે, કારણ કે તેનું મુખ્ય હથિયાર ‘સોશિયલ મીડિયા’ રહ્યું છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને લોકોને ધમકાવવા, બદનામ કરવા અને ત્યારબાદ સમાધાનના નામે બળજબરીથી પૈસા પડાવવા માટે કુખ્યાત બની હતી. તેની આ પ્રવૃત્તિ માત્ર સુરત પૂરતી સીમિત નહોતી, પરંતુ સમગ્ર ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં તે આ જ મોડસ ઓપરેન્ડીથી ગુના આચરતી હતી. ગુનાહિત ઇતિહાસ: હત્યાના પ્રયાસથી લઈને ખંડણી સુધી
પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરતી વખતે તેના લાંબા ગુનાહિત ઇતિહાસને આધાર બનાવ્યો હતો. તેના પર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે.

Read more

← Back to Home