
મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં નાના ટ્રેડરો, ખુવાર થઈ રહ્યા હોવાના મામલે તાજેતરના ભૂતકાળમાં અનેક પગલાં લઈને નાના ટ્રેડરોને દૂર કરવાનો સરાહનીય સંકેત આપ્યા બાદ હવે સેબીએ જાણે યુ-ટર્ન લીધો છે. સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ કહ્યું છે કે, આપણે ફક્ત વિક્લી ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) એક્પાયરીને બંધ કરી શકાય નહીં. ઘણા બજાર સહભાગીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે.
મુંબઈમાં એક પ્રસંગે સેબી ચેરમેને કહ્યું હતું કે, સેબી એફ એન્ડ ઓ ટ્રેડિંગ સંબંધિત આંકડા-વિગતો એકત્ર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે, બજાર નિયમનકાર બજારમાં સટ્ટાખોરીને ઘટાડવા અને કેશ માર્કેટમાં ટ્રેડિંગમાં સુધારો કરવા માટે વિક્લી એફ એન્ડ ઓ એક્સપાયરીઓને બંધ કરવા માગે છે.