Gujarati News

વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ, છોટાઉદેપુરમાં ઉજવણી:પ્રભારી મંત્રીની હાજરીમાં સમૂહગાન, સ્વદેશી અપનાવવા શપથ

Published: November 7, 2025 • Language: English

છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. મનીષા વકીલની ઉપસ્થિતિમાં સમૂહગાન યોજાયું હતું. આ પ્રસંગે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી અપનાવવાના શપથ લીધા હતા. વર્ષ 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન ‘વંદે માતરમ’ ગીતે દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના જગાડી હતી અને તેમને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા. 7મી નવેમ્બર, 2025ના રોજ તેને 150 વર્ષ પૂર્ણ થવાના ગૌરવવંતા ક્ષણની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકની કચેરી, પ્રાયોજના વહીવટદારની કચેરી, છોટાઉદેપુર સબજેલ, નગરપાલિકા, તમામ તાલુકા પંચાયત કચેરીઓ અને મામલતદાર કચેરીઓ ખાતે પણ રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’નું સમૂહગાન કરવામાં આવ્યું હતું. આ સ્થળોએ પણ ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી અપનાવવાના શપથ લીધા હતા.

Read more

← Back to Home