Divya Bhaskar Gujarat

લારી ગલ્લા વાળા અને AMCની ટીમ વચ્ચે ઘર્ષણ:એસજી હાઇવે પર દબાણ હટાવવા સમયે મામલો બિચક્યો, એક શ્રમિકને માથામાં ઇજા

Published: November 4, 2025 • Language: English

અમદાવાદના એસજી હાઇવે પર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી આજે 4 નવેમ્બરના રોજ સાંજે કરવામાં આવી હતી. જે દરમ્યાન દબાણ કરનાર લારી ગલ્લા વાળા તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં એક મજૂરને માથાના ભાગે ઈજા થયેલ છે તથા બે મજૂરોને સામાન્ય ઇજા થયેલ હતી. 108 એમ્બ્યુલન્સ બોલાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે જ્યારે દબાણકર્તા 03 શખ્સો વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશન ખાતે FIR દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

Read more

← Back to Home