
– કોન્ટ્રાક્ટર પોતાના સાઈ ગેસ્ટહાઉસમાં જમતા હતા ત્યારે બે શખ્સો આવ્યા
– મારા ભાઈ સાથે માથાકુટ કેમ કરી કહી ગોળીઓ છોડી, એક કોન્ટ્રાક્ટરના બાવડે વાગી બીજી દીવાલમાં ભટકાઈ : મેનેજરે પ્રતિકાર કરતા બંને ભાગ્યા : ત્રણ શખ્સો વિરૃદ્ધ ગુનો નોંધી પોલીસની તપાસ શરૃ
સુરેન્દ્રનગર : લખતરમાં ગેસ્ટહાઉસના માલિક કોન્ટ્રાક્ટર ઉપર બે શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. રોડના કામમાં યોગ્ય ડાયવર્જન ન હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન ઉદ્ભવતો હોવાની રજૂઆત કર્યાના મનદુઃખમાં ભાઈનું ઉપરાણું લઈ ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટના અંગે બે સગા ભાઈઓ સહિત ત્રણ શખ્સો વિરૃદ્ધ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.