Gujarati News

રાજ્યપાલ એવોર્ડ ટેસ્ટીંગ કેમ્પ:ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા સ્કાઉટ ગાઈડ રોવર રેંજર રાજ્યપાલ એવોર્ડ ટેસ્ટીંગ કેમ્પ સુપેરે સંપન્ન

Published: November 10, 2025 • Language: English

લેખિત-મૌખિક અને થીયરી એમ ત્રણ તબક્કામાં લેવાય પરીક્ષા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ પોતાનું ડાયમંડ જ્યુબીલી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ એવોર્ડ “રાજ્ય પાલ એવોર્ડ” માટે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા નવેમ્બર માસ દરમિયાન રાજ્યમાં રાજ્યપાલ એવોર્ડ ટેસ્ટીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે ભાવનગર જિલ્લાના સ્કાઉટ ગાઈડ અને રોવર રેંજર માટે દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના વાઘાવાડી રોડ સ્થિત આવેલ દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે બે દિવસ દરમિયાન લેખિત, મૌખિક અને પ્રેક્ટીકલ એમ ત્રણ તબક્કામાં એકઝામ લેવામાં આવી હતી, જેમાં ગાંઠો, લેસિન, પ્રાથમિક સારવાર, એસ્ટીમેશન, પાયોનીયરિંગ, ડ્રીલ, ટેન્ટ પીચીગ, ગેજેટ્સ જેવા વિષયોનું પ્રેક્ટીકલ કામ કરાવવામાં આવ્યું હતું, જ્યારે પ્રવેશથી તૃતીય સોપાન સુધીના વિવિધ વિષયોનું ફાઈલ વર્ક અને પ્રાવીણ્ય ચંદ્ર કોની લોગબુકનું નિરીક્ષણ અને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, આ સમગ્ર પરીક્ષા કાર્ય દરમિયાન રાજ્ય સંઘના પ્રતિનિધિ બી.કે સિદપરા અને અજયભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં કેમ્પ સંચાલક દર્શનાબેન ભટ્ટ તેમજ સરલાબેન સાકળીયા, પ્રવીણભાઈ મકવાણા, ધ્રૃવાબેન ભટ્ટ, દીપકભાઈ દ્વારા પરીક્ષા કાર્યમાં સહયોગી થયા હતા, એક્ઝામમાં સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળા, બીએન વિરાણી હાઇસ્કુલ, શિશુવિહાર ઓપન ટ્રુપ, ગિજુભાઈ કુમાર મંદિર, દક્ષિણામૂર્તિ કુમાર મંદિર, સ્વામી વિવેકાનંદ રોવર ક્રૃ, રાણી લક્ષ્મીબાઈ રેંજર ટીમ ના સ્કાઉટ ગાઈડ અને રોવર રેંજર વિદ્યાર્થીઓ જોડાયા હતા, સમગ્ર પરીક્ષા કાર્યને સફળ બનાવવા સિનિયર સ્કાઉટ ગાઈડ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

Read more

← Back to Home