રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ શિક્ષણ ગુણવત્તા પર ભાર મૂક્યો:બાળકોના ભવિષ્ય ઘડતર માટે CRC અધિકારીઓ સાથેની બેઠકમાં માર્ગદર્શન આપ્યું
Published: November 10, 2025 •
Language: English
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ તાજેતરમાં CRC અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી રિવાબા જાડેજાએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે, “ફક્ત ફરજ નહીં, પરંતુ ભાવના અને જવાબદારીથી કામ કરો.” આ સંદેશ દ્વારા તેમણે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને અધિકારીઓને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કર્યા હતા.
