રાજકોટ સમાચાર:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડે.રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક સહિત ટીચિંગ – નોન ટિચિંગની 8 જગ્યા પર ભરતી થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સહિતની મહત્વની જગ્યાઓ ખાલી પડી હોય ઈન્ચાર્જથી હાલ ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. જેમાં પરીક્ષા નિયામક, સીસીડીસીના ડાયરેકટર, આઈ.કયુ.એ.સી.ના ડાયરેકટર અને યુનિવર્સિટીના ઈજનેર એમ 4 જગ્યા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો અરજી કરી શકશે.જયારે ડેપ્યુટી રજિસ્ટ્રારની 1 જગ્યા દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. આ જ રીતે એજયુકેશન અને ગુજરાતી ભવનમાં એસોસિએટ પ્રોફેસર તેમજ લો ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પણ દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં એક્સ રે વિભાગમાં પોપડુ પડ્યુ, સદનસીબે જાનહાનિ ટળી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વોર્ડ 21 માં એક્સ-રે વિભાગમાં આજે દીવાલ પરથી પોપડા પડ્યા હતા. જોકે સદનશીબે કોઈને ઈજા થઈ નહોતી. રાજકોટ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નવા બિલ્ડીંગો ઉપરાંત કેટલાક જૂના બિલ્ડીંગો પણ આવેલા છે. જે વર્ષો જૂના છે.આ પ્રકારના જૂના બિલ્ડીંગો હાલ જર્જરીત થઈ ગયા છે. મેડિકલ કોલેજની આગળના ભાગના વોર્ડને તો હાલ તાળા લગાવી દેવાયાં છે.જોકે એક્સરે વિભાગ અને બીજા કેટલાક વિભાગો હજુ પણ જૂના બિલ્ડીંગમાં કાર્યરત છે. આજે બપોરે 21 નંબરમાં એક્સરે બારી પાસે અચાનક દિવાલમાંથી પોપડુ જમીન પર પડ્યુ હતુ. જોકે તે સમયે ત્યાં નીચે દર્દી કે તેની સાથેના લોકો ન હોવાથી જાનહાનિ ટળી હતી. મનપાએ 35 ફિલ્ડ ઈજનેરની કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂક કરી રાજકોટ મહાનગરપાલિકા ખાતે વિવિધ ટેકનીકલ કામો માટે કિલ્ડ એન્જીનીયર(સિવિલ)ની માસિક ફિક્સ રૂ.40 હજારના પગારથી હંગામી ધોરણે 11 માસ માટે નિમણૂક કરવામાં આવી છે. મનપા દ્વારા કરાર આધારિત 35 જગ્યાઓ ભરવા માટેની મંજુરી રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિનાં ઠરાવ મુજબ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના વિવિધ પ્રોજેક્ટો સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે હેતુસર ફિલ્ડ એન્જીનીયર(સિવિલ)ની સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા ભલામણ કરવામાં આવેલ છે. સ્ટાફ સિલેકશન કમિટીની ભલામણ અનુસાર મેરીટમાં અગ્રતાક્રમ ધરાવતા 35 ઉમેદવારોની કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂક કરવામાં આવી હતી. રાજકોટના 3 ફાયર સ્ટેશનને બેસ્ટ ફાયર સ્ટેશનનો એવોર્ડ એનાયત ગાંધીનગરના ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા દર વર્ષે રાજયની તમામ મહાનગરપાલિકા હસ્તકના ફાયર સ્ટેશનને સારી કામગીરી બદલ બેસ્ટ ફાયર સ્ટેશન તરીકે એવોર્ડ આપવામા આવે છે. અમદાવાદ ખાતે આ એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાનગરપાલિકા હસ્તકના ત્રણ ફાયર સ્ટેશનને બેસ્ટ ફાયર સ્ટેશન એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાની કામગીરી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત કે. દવે અને ડે. ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ બી. ઝાલા સંભાળે છે. શહેરના ત્રણ ફાયર સ્ટેશન દ્વારા ફાયર કોલ, બચાવ કોલ, એમ્બ્યુલન્સ – શબવાહીની કોલ તથા બિલ્ડીંગોમા નિયમીત ફાયર સેફટીનું ઇન્પેકશન તથા ફાયર સ્ટેશન દ્વારા ફાયર એનઓસી અંગે બિલ્ડીંગોનું ઇન્સપેકશન વિગેરે કામગીરી કરવામાં આવે છે.આ એવોર્ડ રામાપીર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર ફિરોજ આઇ. લુવાની, કોઠારીયા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર મોઇન શેખ, અને રેલનગર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર દિનેશભાઇ ચાંચીયા દ્વારા અમદાવાદ ખાતે એવોર્ડ સ્વીકારવામાં આવ્યા હતા. પોલીસની DGP કપ હોકી ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ હોકી સ્પર્ધા 2025-26 ની આજે પુર્ણાહુતી થઇ છે. ડીજીપી કપ હોકી સ્પર્ધા – 2025નુ યજમાન રાજકોટ શહેરને સોપવામાં આવેલ હતું. જેના ભાગરૂપે આ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ હતું. આ ડીજીપી કપ હોકી સ્પર્ધામાથી રાજકોટ શહેર ખાતે આગામી ડીસેમ્બર 2025માં યોજાનાર 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશીપ 2025-26ની ગુજરાત પોલીસની ટીમની પસંદગી કરવામાં આવનાર હતી. જેમાં પુરુષ વિભાગમાં રાજકોટ સીટી પોલીસની ટીમે મેદાન માર્યું હતું. જયારે મહિલા વિભાગમાં રાજકોટ રેન્જની ટીમે બાજી મારી લેતાં બંને ટીમોને પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના હસ્તે કપ સહિતના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
