Gujarati News

રાજકોટ સમાચાર:રાજકોટ-મોરબી સ્પેશિયલ ટ્રેનને નજરબાગ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ અપાયો

Published: November 3, 2025 • Language: English

​પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09522/09521 રાજકોટ-મોરબી સ્પેશિયલને નજરબાગ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનો તેમના નિર્ધારિત સમય અનુસાર 1 નવેમ્બર, 2025થી 31 ડિસેમ્બર, 2025 સુધી મંગળવાર અને શુક્રવારને બાદ કરતાં દરરોજ દોડશે. જેમાં આગામી 5 અને 6 નવેમ્બરના ઓખા–ભાવનગર એક્સપ્રેસ દ્વારકા સ્ટેશનથી શરૂ થશે
​રેલવે પ્રશાસન દ્વારા ઓખા સ્ટેશન પર રેલવે ફાટક નંબર 313 ના લિમિટેડ હાઈટ સબવે પર ગર્ડર લોન્ચિંગનાં કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે. ​ જેમાં SGST ઓડિટ પ્રક્રિયામાં સરળતા લાવવા માટે રાજકોટ ચેમ્બરની રજૂઆત
SGST ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ષ 2021-22 માટે હાલમાં ચાલી રહેલી ઓડિટ પ્રક્રિયાને કારણે વેપાર-ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓ ધ્યાનમાં રાખીને, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા દ્વારા SGST ના સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નર એમ.એ. પટેલને વિવિધ રજૂઆતો કરવામાં આવી છે. તેમણે GST ના ઓડિટ નિયમ 65 મુજબ વર્ષ 2021-22, 2022-23 અને 2023-24નું ઓડિટ એકસાથે કરવાની માંગ કરી છે. આનાથી એકાઉન્ટન્ટો અને વકીલોને ત્રણ વર્ષના દસ્તાવેજો એકસાથે રજૂ કરવામાં સરળતા રહે, સમયની બચત થાય અને વેપારીઓને દર વર્ષે થતી કનડગત દૂર થશે. ઉપરાંત, કોમ્પ્યુટરાઈઝ્ડ સોફ્ટવેર દ્વારા સ્ક્રુટીની માટેની નોટિસ અલગ-અલગ વર્ષની બદલે એકસાથે ઈશ્યુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ પગલાંથી વેપારીઓને વ્યાજ કે પેનલ્ટીનો વધારાનો બોજ સહન કરવો પડશે નહીં. રાજકોટમાં નવા 150 ફૂટ રિંગરોડ અને જામનગર રોડ પર ભવ્ય એન્ટ્રી ગેટ બનશે
મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય પ્રવેશમાર્ગોને ભવ્ય દેખાવ આપવા માટે વર્ષ 2024-25ના વાર્ષિક બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ જાહેર કરેલી ગ્રાન્ડ સ્કલ્પચર (એન્ટ્રી ગેટ) બનાવવાની યોજનાને આગળ ધપાવવામાં આવી છે. આ યોજના હેઠળ વેસ્ટ ઝોનમાં બીજા 150 ફૂટ રિંગ રોડ અને જામનગર રોડ જંકશન પાસે એક ભવ્ય એન્ટ્રી ગેટ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી મુજબ, મહાપાલિકાએ ‘બીજા 150-ફૂટ રિંગ રોડ અને જામનગર રોડના જંકશન પાસે ભવ્ય એન્ટ્રી ગેટ બનાવવાના કામ’ માટેના ટેન્ડરો પ્રસિદ્ધ કર્યા છે. એક ટેન્ડરની કિંમત રૂ. 29953383.00 દર્શાવવામાં આવી છે. તાજેતરના ટેન્ડર અપડેટ્સ મુજબ, આ એન્ટ્રી ગેટના નિર્માણ કાર્ય માટેની ટેન્ડર પ્રક્રિયાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2025 છે. આ તારીખ સુધીમાં કોન્ટ્રાક્ટરો પોતાના બિડ સબમિટ કરી શકે છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને કન્સલ્ટન્ટની નિમણૂક થયા પછી, શહેરના સૌંદર્યમાં વધારો કરવાના આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની કામગીરી આગળ વધશે. રસ્તાનાં ખાડાઓથી ત્રસ્ત વોર્ડ નંબર-11 માટે ભાજપ પ્રદેશ ઉપપ્રમુખની આગેવાનીમાં બેઠક યોજાઇ
રાજકોટમાં આ વર્ષે ચોમાસામાં રોડ-રસ્તાના ખાડાથી લોકોએ ત્રાસ સહન કર્યો છે. આ બાદ નવરાત્રીથી નવા રસ્તા બનાવવા અને રીપેરીંગના કામ જોરશોરથી શરૂ કરાયા બાદ લાભપાંચમથી ફરી અણધાર્યુ ચોમાસુ શરૂ થતા આ કામો ઠપ્પ થયા હતા. જેથી ખોદકામ થયેલા વિસ્તારોમાં હેરાનગતી વધી ગઇ છે. તેમાં પણ ખાડા સહિતના ત્રાસ અને રાજકીય કારણોથી અવારનવાર વિવાદમાં આવતા ન્યુ રાજકોટના વોર્ડ નં. 11માં સમસ્યા અને રોષ શાંત પાડવા શનિવારે વેસ્ટ ઝોન કચેરીમાં ખાસ મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં મેયર, ડે.મેયર, ચેરમેન, દંડક સહિતના પદાધિકારીઓ હાજર હતા. તો આ જ વોર્ડમાં રહેતા પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરાએ અધ્યક્ષસ્થાન સંભાળીને વોર્ડના ખાડા, ગંદકી સહિતના પ્રશ્ર્નો તાબડતોબ ઉકેલવા સૂચના આપી હતી. જોકે છેલ્લા થોડા સમયથી સ્વમાન માટે ઘણા સત્તાવાર કાર્યક્રમો અને મીટીંગોથી દુર થયેલા આ વોર્ડના કોર્પોરેટર અને શાસક નેતા લીલુબેન જાદવ આ બેઠકમાં પણ હાજર રહ્યા નહોતા.

Read more at source

← Back to Home