Divya Bhaskar Gujarat

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:રાજકોટમાં બિમારીથી કંટાળી ચાર દીકરીઓના પિતાએ ઝેરી દવા પી કર્યો આપઘાત

Published: November 4, 2025 • Language: English

મોરબી રોડ ઉપર ગાંધી વસાહતમાં રહેતા રામાભાઈ ઉર્ફે રમેશભાઈ બટુકભાઈ જાદવ (ઉં.વ.42) ગઈકાલે સાંજે 7 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઇ લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. રામાભાઈ ઉર્ફે રમેશભાઈ છુટક મજૂરી કામ કરતા હતા તેમને સંતાનમાં 4 દીકરીઓ છે. પોતે 3 ભાઈ અને 2 બહેનમાં નાના હતા. તેઓ બિમાર રહેતા હતા અને બિમારીની ચિંતામાં આ પગલું ભર્યાનું અનુમાન છે. હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. જમાઈ અને ભત્રીજી ઉપર કૌટુંબિક કાકા સહિત ત્રણનો હુમલો રાજકોટમાં એરપોર્ટ રોડ પર છોટુનગરમાં રહેતા તારાબેન રતનભાઇ રાફુચા (ઉ.વ.34) અને તેમના પતિને પાટણની જમીન મામલે કાકા કાંતિભાઇ રામજીભાઇ સમેચા, તેમના પત્નિ હંસાબેન કાંતિભાઇ સમેચા અને તેમનો દીકરો કિશન કાંતિભાઇ સમેચાએ ધોકા પાઇપ વડે હુમલો કર્યો હતો જેમાં તારાબેનનો હાથ ભાંગી ગયો હતો હાલ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ જણાવ્યા મુજબ તેના કાકા કાંતિભાઈના હાથમાં પાઇપ હતો જેનાથી ડાબા હાથના ભાગે એક પાઇપ માર્યો હતો અને તેમના પત્નિ હંસાબેને ઢીકા-પાટુનો માર માર્યો હતો જેથી મે જોરથી બચાવો બચાવો ની બુમો પાડતા મારા પતિ ઘરમાંથી જાગીને બહાર આવતા તેઓ મને બચાવવા વચ્ચમાં પડતા કિશને મારા પતિને ડાબા હાથના ભાગે ધોકો મારી દીધો હતો. બાદમાં કાકા કાંતિભાઈએ પતિને ડાબા પગના ભાગે લોખંડના પાઇપથી માર માર્યો હતો જેમાં મારા પતિને ડાબા હાથના ભાગે તેમજ પગના ભાગે મુંઢ ઇજાઓ પહોંચી છે. મોબાઈલ ફોનની ચિલઝડપ કરનાર સગીર સહિત બેલડી ઝડપાઇ રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં શિતળાધાર 25 વારીયામાં રહેતાં મૂળ બિહારના છાત્ર ચંદન દિનેશપ્રસાદ શાહ (ઉ.વ.23)ના હાથમાંથી રૂ.36 હજારનો મોબાઈલની ચિલઝડપ કરનાર કિશોર સહિત બે આરોપીને આજી ડેમ પોલીસે કોઠારીયા ગામથી આગળ પાણીના ટાંકા પાસેથી ઝડપી પાડ્યા છે જેની પાસેથી પોલીસે સાત ફોન ઉપરાંત બાઈક મળી રૂ.1.39 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ કબૂલાત આપી હતી કે, ત્રણ માસ દરમિયાન મવડી મેઈન રોડ પર, આનંદ બંગલા ચોકમાં મેંગો માર્કેટમાંથી બે, ગોંડલ રોડ પરથી, હુડકો ચોકડીના પુલ પર અને માલધારી ફાટક પાસેથી અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી મોબાઈલ ફોન ચોરી કર્યા હતા. યુવાનનો જંતુનાશક પાવડર પી આપઘાતનો પ્રયાસ બાબરીયા કોલોનીમાં રહેતાં સુધીર ઘનશ્યામભાઈ ટાંક (ઉ.વ.32) નામના યુવાને આજે સવારે રૂડા બિલ્ડીંગ નજીક એ.બી.સી.કવાર્ટર પાસે કોઈ કારણોસર વંદા મારવાનો પાવડર પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આપઘાતનો પ્રયાસ કરનાર સુધીર લાદી કામ કરતો હોવાનું અને કોઈ ટેન્શનના કારણે આ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આજી ડેમ ચોકડી પાસે લોહીની ઉલ્ટી થતાં યુવાનનું મોત આજી ડેમ ચોક નજીક આનંદનગરમાં રહેતો પીન્ટુ બનારસભાઈ તાતી (ઉ.વ.40) નામનો યુવાન આજે સવારે તેનાં ઘરે હતો ત્યારે લોહીની ઉલ્ટી થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ અહિં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં પિન્ટુ મુળ બિહારનો વતની અને હાલ આજીડેમ ચોકડી પાસે રહી ભઠ્ઠીના કારખાનામાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે.

Read more

← Back to Home