રનવે પર 3 ગુલાંટી ખાઈ અગનગોળો બન્યું પ્લેન, VIDEO:વેનેઝુએલા રનવે પર ટેક-ઓફ દરમિયાન જમીન પર અથડાયા બાદ વિમાનમાં આગ લાગી, બેનાં મોત
વેનેઝુએલાના પશ્ચિમી રાજ્ય ટાક્વિરાની રાજધાની સાન ક્રિસ્ટોબલમાં એક ભયાનક વિમાન દુર્ઘટના બની. રનવે પરથી ટેક-ઓફ કર્યાના થોડા સમય પછી જ વિમાન ક્રેશ થયું, જેમાં બે લોકોનાં મોત થયાં. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન ટેક-ઓફ કરવામાં નિષ્ફળ જતાં આ અકસ્માત થયો હતો અને પ્રાથમિક તપાસમાં યાંત્રિક ખામીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત ટેક-ઓફ દરમિયાન થયો હતો આ ઘટના સોમવારે સવારે સાન ક્રિસ્ટોબલ એરફિલ્ડ પર બની હતી, જ્યારે એક નાના વિમાને ઉડાન ભરવાનો પ્રયાસ કર્યો હતો. નજરે જોનારે અહેવાલ આપ્યો હતો કે વિમાન રનવે પર ઝડપથી આગળ વધી રહ્યું હતું, પરંતુ થોડીવારમાં જ તેણે કાબૂ ગુમાવ્યો અને જમીન પર અથડાયું અને ક્રેશ થયું. એમાં સવાર બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. ટેક્નિકલ ખામીને કારણે આ અકસ્માત થયો હતો સ્થાનિક ઉડ્ડયન સત્તાવાળાઓના અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં વિમાનના એન્જિનમાં ટેક્નિકલ ખામી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે એ ઉડાન ભરી શક્યું ન હતું. અકસ્માત સમયે હવામાન સામાન્ય હતું, જેના કારણે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે અકસ્માતનું કારણ માનવભૂલ નહીં, પરંતુ ટેક્નિકલ ખામી હતી. અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી અકસ્માત બાદ તાત્કાલિક બચાવ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમ અને પેરામેડિક્સે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને કાટમાળમાંથી બંને મુસાફરના મૃતદેહ બહાર કાઢ્યા હતા. વેનેઝુએલાની નાગરિક ઉડ્ડયન એજન્સીએ અકસ્માતની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે. વિમાનનું બ્લેકબોક્સ અને અન્ય ટેક્નિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યાં છે, જેનાથી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવામાં આવશે. આ દુ:ખદ અકસ્માતે સ્થાનિક રહેવાસીઓને આઘાત પહોંચાડ્યો છે અને એરફિલ્ડ પર સલામતીનાં પગલાં અંગે સવાલો ઊભા કર્યા છે. આ પણ વાંચો… યમન નજીક ગેસ ટેન્કરમાં મોટો વિસ્ફોટ: 23 ભારતીયને બચાવ્યા; હોંગકોંગ એરપોર્ટ પર કાર્ગો વિમાન રનવે પરથી લપસી દરિયામાં ખાબક્યું, 2નાં મોત યમનના એડેન કિનારે શનિવારે, એટલે કે 18 ઓક્ટોબરે એક મોટી દરિયાઈ દુર્ઘટના બની હતી. ગેસ ટેન્કર MV ફાલ્કનમાં વિસ્ફોટ થયો અને એમાં આગ લાગી. મીડિયા અહેવાલો અનુસાર, 24 ભારતીય ખલાસીમાંથી 23ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે હજુ પણ ગુમ છે. જ્યારે બીજી તરફ સોમવારે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક મોટી દુર્ઘટના બની. દુબઈથી ઊડતું એક કાર્ગો વિમાન સોમવારે વહેલી સવારે હોંગકોંગ એરપોર્ટ પર ઊતરતી વખતે ક્રેશ થયું. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે વિમાન રનવે પરથી લપસી ગયું અને સમુદ્રમાં પડી ગયું, જેમાં બે લોકોનાં મોત થયાં. એરપોર્ટ ઓપરેટરે આ માહિતી આપી છે. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો…
Read more
