મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાહુલે પૂછ્યું, 'મારા હાઇડ્રોજન બોમ્બ પર મોદી કેમ ચૂપ?', આકાશે 8 બોલમાં 8 છગ્ગા ફટકાર્યા; બે ગુજરાતીનો US પોલિટિક્સમાં ડંકો
નમસ્તે,
ગઈકાલના મોટા સમાચાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું એક નિવેદન હતું. તેમણે પૂછ્યું કે મોદી અને અમિત શાહ “મારા હાઇડ્રોજન બોમ્બ” પર કેમ ચૂપ છે. બીજા મોટા સમાચાર આકાશ ચૌધરીના રણજી ટ્રોફીમાં સતત આઠ છગ્ગા રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હી રમખાણો કેસમાં ભાજપનેતા કપિલ મિશ્રાની અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટ ચુકાદો આપશે. 2. સુપ્રીમ કોર્ટ દેશમાં ઓનલાઈન છેતરપિંડી અને ડિજિટલ ધરપકડની વધતી જતી ઘટનાઓ પર કેસની સુનાવણી કરશે.
📰 કાલના મોટા સમાચારો 1. ‘મારા હાઇડ્રોજન બોમ્બ પર EC-મોદી કેમ ચૂપ’:કિશનગંજમાં રાહુલ ગાંધીએ કહ્યું-અમે સાચા આરોપો લગાવ્યા, તેથી જ બોલતી બંધ છે; તેઓ ‘વોટ ચોર’ છે રાહુલ ગાંધીએ રવિવારે મહાગઠબંધનના ઉમેદવારોના સમર્થનમાં કિશનગંજમાં એક રેલી યોજી હતી. રેલી દરમિયાન તેમણે મોદી અને ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું, આ લોકોએ હરિયાણા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વોટ ચોરી કરીને સરકાર બનાવી છે. તેઓ બિહારમાં પણ આવું જ કરવાના છે. તેમણે પૂછ્યું, “તમે હરિયાણાવાળો હાઇડ્રોજન બોમ્બ જોયો છે?” મેં તેમની બોલતી બંધ કરી દીધી છે. મેં આરોપ લગાવ્યો કે મોદી અને મુખ્ય ચૂંટણી કમિશનર વોટ ચોરી કરી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. પાકિસ્તાને અસીમ મુનીર માટે પોતાના બંધારણમાં સુધારો કર્યો:ત્રણેય સશસ્ત્ર દળોના વડા બનશે, આ પદ પહેલીવાર બનાવવામાં આવ્યું; મે મહિનામાં ફિલ્ડ માર્શલ બન્યા હતા પાકિસ્તાની સંસદે બંધારણમાં સુધારો કરીને આર્મી ચીફ અસીમ મુનીરને ત્રણેય સશસ્ત્ર દળોના વડા બનાવ્યા છે. હવે તેમને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ (CDF) તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જેવું જ હશે. આ નવી પોસ્ટ એટલા માટે બનાવવામાં આવી છે કે આર્મી, નેવી અને એરફોર્સ સાથે મળીને વધુ સારી રીતે કામ કરી શકે અને ત્રણેયની કમાન્ડ એક જ જગ્યાએથી સંભાળી શકાય. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના ત્રણ આતંકીઓની ‘ઝેરીલી’ માનસિકતા:એરંડાના બીજમાંથી સાઈનાઈડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ, મોટા આતંકી હુમલાનો ઈરાદો હતો ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકીવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હોવાનું હતો. ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ – ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. 8 બોલમાં સતત 8 છગ્ગા ફટકાર્યા, VIDEO:સુરતમાં યુવરાજ-શાસ્ત્રીનો રેકોર્ડ તોડ્યો, 9 મિનિટ ને 11 બોલમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી; આકાશે રણજીમાં ઇતિહાસ રચ્યો તમે કદાચ સતત છ છગ્ગાના રેકોર્ડ વિશે સાંભળ્યું હશે. યુવરાજ સિંહે 2007ના T20 વર્લ્ડ કપમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. રવિ શાસ્ત્રીએ પણ રણજી ટ્રોફીમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે એક નવો રેકોર્ડ બન્યો છે. ફક્ત એક ઓવરમાં જ છ છગ્ગા નહોતા લાગ્યા. ઓવર સહિત આઠ બોલમાં સતત આઠ છગ્ગા ફટકારવામાં આવ્યા. રવિવારે સુરતમાં રણજી ટ્રોફી મેચ દરમિયાન ક્રિકેટ ઇતિહાસનો આ મોટો રેકોર્ડ બન્યો. મેઘાલયના બેટ્સમેન આકાશ કુમાર ચૌધરીએ આ સિદ્ધિ મેળવી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. આતંકી અને સીરિયલ કિલરને જેલમાં ‘VIP’ ટ્રીટમેન્ટ:મોબાઈલ, ટીવી સાથે કેદીઓની મોજ; રેપિસ્ટ, ISIS એજન્ટ કેવી રીતે ભોગવી રહ્યા છે સજા; જુઓ બેંગલુરુ જેલનો Viral Video બેંગલુરુની પરપ્પાના અગ્રહારા સેન્ટ્રલ જેલમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે . વીડિયોમાં કુખ્યાત સીરીયલ રેપિસ્ટ અને કિલર ઉમેશ રેડ્ડી મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો જોવા મળે છે. બીજા એક વીડિયોમાં, રાણ્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસનો આરોપી તરુણ તેના બેરેકમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો અને રસોઈ બનાવતો જોવા મળે છે. તરુણ રાજુ જીનીવા ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પકડાઈ ગયો હતો. આ વીડિયો સામે આવતાં જેલમાં VIP ટ્રીટમેન્ટ અંગે એક નવો વિવાદ ઊભો થયો છે. જોકે, આ વીડિયોની પુષ્ટિ દિવ્ય ભાસ્કર કરતું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. ગુજરાતના બે યુવકોનો USના પોલિટિક્સમાં ડંકો:શિવરાજપુરના સેમ જોષી સતત બીજીવાર એડિસન સિટીના મેયર બન્યા, વડોદરાના બીરલ પટેલ મેયર ઈન કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા ગુજરાતના બે યુવકોએ USના પોલિટિક્સમાં ડંકો વગાડ્યો છે. તાજેતરમાં અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટના એડિસન શહેરની મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પંચમહાલના શિવરાજપુરના વતની સેમ જોષી (સમીપ જોષી) સતત બીજી વાર ન્યૂજર્સીના એડિસન સિટીના મેયરપદે ચૂંટાઈ આવ્યા છે, તો વડોદરાના બીરલ પટેલ મેયર કાઉન્સિલના સભ્ય તરીકે પ્રચંડ બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. માત્ર 35 વર્ષની ઉંમરે સેમ જોષીએ અમેરિકામાં ગુજરાતી મૂળના રાજકારણી તરીકે ઇતિહાસ રચ્યો છે, જ્યારે બીરલ પટેલે શિક્ષણ બોર્ડના પ્રમુખ તરીકેની સફળતા બાદ આ વિજય મેળવ્યો છે. બંનેએ ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સૌરાષ્ટ્રમાં બે ખેડૂતના આપઘાત:રાજકોટમાં ખેડૂતે ઝેરી દવા ગટગટાવી; પુત્રએ કહ્યું, ‘માવઠાથી પાક નિષ્ફળ જતા ચિંતામાં હતા’, વિંછીયામાં પણ આપઘાત કમોસમી વરસાદ (માવઠા)ના કારણે પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. રાજ્ય સરકારે 10 હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. આમ છતાં ખેડૂતોના માથે આર્થિક બોજ ઓછો થઈ રહ્યો નથી. ત્યારે પાક નુકસાન થવાથી આર્થિક નુકસાન અને તણાવના કારણે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામમાં વધુ એક ખેડૂતે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. વિદેશઃ મમદાની પછી સૈકત ચક્રવર્તી સાંસદ બનવાની રેસમાં:પ્રોગ્રેસિવ લીડર્સ તરીકે ફેમસ; નેન્સી પેલોસીના નિવૃત્તિથી ભારતીય ડેમોક્રેટ્સ માટે માર્ગ મોકળો થયો (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. નેશનલઃ ભારતીય વાયુસેનાનો 93મો સ્થાપના દિવસ:બ્રહ્મપુત્ર નદી ઉપર લચિત ઘાટ પર 75 વિમાનોનું ફ્લાઈંગ ડિસ્પ્લે; રાફેલ, સુખોઈ, તેજસે બનાવ્યા 25 ફોર્મેશન (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. વિદેશઃ રશિયન Ka-226 હેલિકોપ્ટર ક્રેશ, 5નાં મોત:કંટ્રોલ ગુમાવી જમીન સાથે અથડાયું, પછી દરિયામાં ખાબક્યું, ફરી ઊડ્યું અને હવામાં ફંગોળાયું; અંતે બ્લાસ્ટ થયું (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. નેશનલઃ ભાગવતે કહ્યું-ભારતમાં કોઈ બિન-હિન્દુ નથી:મુસ્લિમો-ખ્રિસ્તીઓના પૂર્વજો હિન્દુ હતા; તેઓ તેને ભૂલી ગયા અથવા ભૂલાવી દેવામાં આવ્યું; સંઘ સત્તા ઇચ્છતું નથી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ ઓક્ટોબરમાં ઘરેલુ વેજ થાળી 17% સસ્તી થઈ:બટાકા, ડુંગળી અને ટામેટાંના ભાવમાં ઘટાડાની અસર, નોન-વેજ થાળીના ભાવ પણ 12% ઘટ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. રાશિફળઃ આ સપ્તાહ કેવું રહેશે?:વૃષભ જાતકોને કેટલાક સમયથી ચાલી રહેલી પરેશાનીઓમાંથી રાહત મળશે; સિંહ જાતકો માટે સપ્તાહ સુખમય (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે અયોધ્યામાં કોઈપણ ભૂલ પર 51 હજાર વખત રામ-રામ લખવું પડશે અયોધ્યાની રાજર્ષિ દશરથ મેડિકલ કોલેજમાં, હવે ભૂલો માટે સજા નહીં હોય; તેના બદલે, તેઓએ “રામ-રામ” લખવું પડશે. ભૂલની ગંભીરતાના આધારે, વિદ્યાર્થીઓ અથવા સ્ટાફે “રામ” નામ 11,000થી 51,000 વખત લખવું પડશે. આ નિયમ વર્ગમાં ગેરહાજરી, હાજરીની અનિયમિતતા અને શિસ્ત ભંગ પર લાગુ પડે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ‘આ વખતે શિયાળામાં 30 દિવસ જ સારી ઠંડી પડશે’:સ્કાયમેટના મહેશ પલાવતે કહ્યું, સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો બહુ નીચે નહીં જાય, અરબ સાગરમાં લો પ્રેશરનું પ્રમાણ વધ્યું 2. બેડરૂમમાંથી જીવડાં ખાતી સડેલી લાશ મળી:ડે. CMએ મુસ્લિમ બનીને લગ્ન કર્યાં ને 40 દિવસમાં ચાંદ-ફિઝાએ તલાક લીધા, ફિઝાના મોતનું ભેદી સિક્રેટ 3. 30% મુસ્લિમ મતદારો ધરાવતા જ્યુબિલી હિલ્સમાંથી AIMIM કેમ ગાયબ?:ઓવૈસી અને રેવંતે BSPને હરાવવા માટે હાથ મિલાવ્યો, ભાજપ કેમ નબળો પડી રહ્યો છે? 4. સંડે જઝબાત: દીકરીની ઑફિસનો વધેલો નાસ્તો ખાઈને દિવસો કાઢ્યા:’ગેંગ્સ ઑફ વાસેપુર’માં ‘વુમનિયા’ ગીતથી જાણીતી થઈ, પતિએ સંગીત શીખવ્યું; પણ સફળતા જોવા માટે એ હયાત નથી 5. ‘ઓમર અબ્દુલ્લાને વોટ આપવો ભૂલ, પેટાચૂંટણીમાં એને સુધારીશું’:બડગામમાં લોકો NCથી નારાજ પણ ઉમેદવાર મજબૂત; નાગરોટામાં ભાજપ આગળ 6. આજનું એક્સપ્લેનર:સૂર્યને મળીને પૃથ્વી તરફ વળ્યો રહસ્યમય 3I/ATLAS, સ્પીડ 68 કિમી પ્રતિ સેકન્ડ; શું ખરેખર આને બીજી દુનિયાના એલિયન્સે મોકલ્યો છે? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: વૃષભ રાશિના લોકોને શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે; મિથુન રાશિના જાતકોએ અજાણ્યા લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું (સંપૂર્ણ રાશિફળ વાંચો)
