મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દાવો- રશિયા પાસેથી ઓછું ઓઈલ ખરીદશે ભારત, ઓસ્ટ્રેલિયા સામે સિરિઝ હાર્યું ભારત; બેન્ક એકાઉન્ડમાં 4 નોમિની રાખી શકાશે
નમસ્તે, કાલના મોટા સમાચારો પર નજર કરીએ તો બિહાર ચૂંટણીમાં વધારે ગરમાવો આવી ગયો છે. કારણ કે મહાગઠબંધને તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કર્યા છે. લોકોને લાગુ પડે તેવા સમાચાર એ છે કે હવે RBIએ નિયમો બદલ્યા છે જે 1 નવેમ્બરથી લાગૂ પડશે. મહત્વનો નિયમ એ છે કે બેન્કમાં હવેથી 4 નોમિની રાખી શકાશે. આ ઉપરાંત, અન્ય મહત્વના સમાચાર ભારત અને રશિયાના વેપાર સાથે જોડાયેલા હતા. દાવો કરવામાં આવ્યો છે કે, ટ્રમ્પની ધમકીના બાદ ભારત હવે રશિયા જોડેથી ઓછું ઓઈલ ખરીદશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના બેગુસરાય અને સમસ્તીપુરમાં ચૂંટણી સભા કરશે 2. દિવાળીના તહેવારો પછી સોના-ચાંદીના ભાવ પર નજર રહેશે. 📰 કાલના મોટા સમાચારો 1. તેજસ્વી યાદવ મહાગઠબંધનના CM ફેસ:મુકેશ સાહની ડેપ્યુટી CM ફેસ, અશોક ગેહલોતે કહ્યું, બિહારના લોકો પરિવર્તન ઇચ્છે છે, હવે NDA જણાવે કે તેમના નેતા કોણ બિહાર ચૂંટણી માટે મહાગઠબંધનનો CM ફેસ આરજેડીના વડા તેજસ્વી યાદવ હશે. કોંગ્રેસનેતા અશોક ગેહલોતે મહાગઠબંધનની સંયુક્ત પ્રેસ-કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો અમારી સરકાર બનશે તો મુકેશ સાહની નાયબ મુખ્યમંત્રી બનશે. પછાત સમુદાયના અન્ય લોકોને પણ નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ગેહલોતે કહ્યું, “અમારા નેતા તેજસ્વી યાદવ છે. NDAએ અમને જણાવવું જોઈએ કે તેમનો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે. ફક્ત એટલું કહેવું પૂરતું નથી કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશું.” જાહેરાત પછી તેજસ્વી યાદવે કહ્યું, હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું બધાને કહેવા માગું છું કે તેમણે મારા પર મૂકેલા વિશ્વાસ પર હું ખરો ઊતરીશ. હું 20 વર્ષની નકામી સરકારને ઊથલાવી નાખીશ. વાંચો સંપૂર્ણ સમાચાર 2. દાવો- ભારત રશિયા પાસેથી તેલ ખરીદી ઘટાડશે:સૌથી મોટી ઈમ્પોર્ટર રિલાયન્સ પણ ખરીદી ઘટાડશે; ટ્રમ્પે કહ્યું હતું- ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે ભારતીય રિફાઇનર્સ રશિયન તેલની આયાત ઘટાડી શકે છે. રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે રિફાઇનિંગ કંપની રિલાયન્સ સરકારી માર્ગદર્શિકા અનુસાર તેની રશિયન તેલ ખરીદીને સમાયોજિત કરી રહી છે. રાજ્ય માલિકીની કંપનીઓ પણ શિપમેન્ટ તપાસી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા દબાણ કરી રહ્યા છે. 19 ઓક્ટોબરના રોજ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી, જેમણે તેમને કહ્યું હતું કે તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરશે. ટ્રમ્પે 22 ઓક્ટોબરે રશિયન તેલ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પર પણ પ્રતિબંધો લાદ્યા હતા. યુરોપિયન યુનિયને રશિયન LNG આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યા બાદ આ પગલું ભર્યું છે. બ્રિટને પણ બંને કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ગિલની કેપ્ટનશિપમાં ભારત બીજી વન-ડે હાર્યું:ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટથી મેચ જીતી સિરીઝ કબજે કરી, રોહિત અને અય્યરની મહેનત એળે ગઈ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રહેલી ભારતીય ટીમને ODI સિરીઝમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયન ટીમે 2 વિકેટથી હરાવ્યા. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 3 મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી. છેલ્લી ODI 25 ઓક્ટોબરે સિડનીમાં રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમે એડિલેડમાં 265 રન ચેઝ કરતાં 46.2 ઓવરમાં 8 વિકેટ ગુમાવી દીધી. મેથ્યુ શોર્ટે 74 રન બનાવ્યા. ભારતના હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ લીધી. ભારતની શરૂઆત ખરાબ રહી, 265 રનનો ટાર્ગેટ આપ્યો ટોસ ગુમાવીને બેટિંગ કરવાનો નિર્ણય લેતાં ભારતની શરૂઆત ખરાબ રહી. 17 રનમાં બે વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન શુભમન ગિલ 9 રન અને વિરાટ કોહલી 0 રન બનાવીને આઉટ થયા. બંનેને ઝેવિયર બાર્ટલેટે આઉટ કર્યા. ત્યાર બાદ રોહિત અને અય્યરે ત્રીજી વિકેટ માટે 118 રન ઉમેર્યા. રોહિત શર્માએ સૌથી વધુ 73 રન બનાવ્યા. શ્રેયસ અય્યરે પણ 61 રન બનાવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. લોકર-એકાઉન્ટમાં નોમિનીના નિયમો બદલાયા!:બેંક એકાઉન્ટમાં હવે 4 નોમિની રાખી શકશો, હિસ્સાની ટકાવારી નક્કી કરી શકાશે; નવા નિયમથી વારસદારોને થશે લાભ બેંક ગ્રાહકો હવે તેમના ખાતામાં ચાર જેટલા નોમિની ઉમેરી શકશે અને નક્કી કરી શકશે કે કોને કેટલો શેર આપવો અને કોને પ્રાથમિકતા મળશે. ગ્રાહકો તેમની સુવિધાના આધારે એક સમયે એક અથવા ચારેયને એકસાથે નોમિની બનાવી શકે છે. સરકારે બેંકિંગ સિસ્ટમમાં ક્લેઇમની એકસમાન અને સરળ પતાવટ સુનિશ્ચિત કરવા માટે આ સિસ્ટમ રજૂ કરી છે. સેફ કસ્ટડીમાં રાખેલી વસ્તુઓ અને સેફ્ટી લોકર્સ માટે ફક્ત વિશિષ્ટ નોમિનેશન એટલે કે, એક પછી એક નામને મંજૂરી આપવામાં આવશે. આજે, ગુરુવાર (23 ઓક્ટોબર) નાણા મંત્રાલયે જાહેરાત કરી કે 15 એપ્રિલ, 2025ના રોજ સૂચિત કરાયેલા બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025ના મુખ્ય નોમિનેશન નિયમો 1 નવેમ્બરથી અમલમાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. આસિયાન સમિટમાં મોદી ટ્રમ્પને મળશે નહીં:PM મલેશિયા નહીં જાય, કોંગ્રેસે કહ્યું- બચ કે રહેના રે બાબા, બચ કે રહેના રે આસિયાન સમિટમાં મોદી-ટ્રમ્પની મુલાકાત નહીં થાય. PM મોદીની મલેશિયા મુલાકાત ટાળવામાં આવી છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી છે. પીએમ ઇબ્રાહિમે લખ્યું, “મને આજે પીએમ મોદીનો ફોન આવ્યો. અમે ભારત-મલેશિયા સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. અમે આસિયાન સમિટ પર પણ ચર્ચા કરી. મોદીએ મને જાણ કરી કે તેઓ સમિટમાં ઓનલાઈન ભાગ લેશે. આ વખતે, PM મોદીને બદલે, વિદેશ મંત્રી એસ જયશંકર આ સમિટમાં ભાગ લેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. બીજા માળેથી પગ લપસતાં યુવકનું મોત, CCTV:સેફ્ટી ગ્રિલ સાથે લટકાયેલા પતિને બચાવવા પત્નીએ હાથ પકડી ઉપર ખેંચવાની કોશિશ કરી છતાંય નીચે પટકાયો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસડ ગામે નવા વર્ષના પ્રથમ દિવસે જ એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. 35 વર્ષીય પરિણીત યુવકનું બીજા માળની ગેલરીમાંથી પગ લપસી જતાં કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નવા વર્ષના શુભ દિવસે જ પત્ની પિંકીએ પતિને ગુમાવતાં તેના આક્રંદથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. પગ લપસી જતાં સંતુલન ગુમાવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના અને હાલ કુડસડ ગામની ચિરાગ રેસિડેન્સીમાં રહેતા 35 વર્ષીય તોફાન અભિ નાહક નામના યુવકનું બીજા માળેથી નીચે પટકાતાં ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. દીકરીએ પ્રેમ લગ્નની જીદ કરતાં માતા-પુત્રએ ઢીમ ઢાળી દીધું:માતાએ મોઢું દબાવ્યું ને ભાઈએ ઉપરાછાપરી છરીના ઘા માર્યા, દિવસે હત્યા કરી મોડી રાત્રે લાશ ચેકડેમમાં ફેંકી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં પ્રેમ સંબંધના વિરોધમાં માતા અને પુત્રએ મળીને ઘરમાં જ દીકરીની હત્યા કરી નાખી હતી. બાદમાં પુરાવાનો નાશ કરવા લાશને ખાલી ચેકડેમમાં ફેકી દીધી હતી. આ ઘટનાની જાણ પિતાને થતાં તેમણે પત્ની અને પુત્ર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને માતા-પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે વાત કરતા દીકરીને પકડી હતી આ બનાવ અંગે વરતેજ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર મૃતક યુવતીના પિતા હિંમતભાઈ સરવૈયા (ઉ.વ. 55, ધંધો. મજૂરી, રહે. ભીડકા ગામ)એ નોંધાવેલી ફરિયાદમાં આજથી લગભગ એક વર્ષ પહેલાં તેમની 22 વર્ષીય પુત્રી પારૂલને તેના ભાઈ પ્રકાશ દ્વારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર શિહોરના વિવેક નામના છોકરા સાથે વાત કરતા પકડી પાડી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દિલ્હીમાં બિહારના ત્રણ બદમાશોનું એન્કાઉન્ટર:બિહાર ચૂંટણીમાં આતંક ફેલાવવાનું કાવતરું ઘડી રહયા હતા, સિગ્મા એન્ડ કંપની ગેંગનો લીડર રંજન પાઠક પણ ઠાર વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકામાં પંજાબી ડ્રાઇવરે મોતનું તાંડવ કર્યું:ડેશકેમનો ખૌફનાક VIDEO જુઓ; ડ્રગ્સના નશામાં અનેક વાહનો કચડ્યા, 3નાં મોત, 2022માં ગેરકાયદે ઘૂસતાં પકડાયો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ:હિમાચલમાં બરફવર્ષા, પારો માઈનસ 0.7 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો; આંધ્રપ્રદેશના 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : રનવે પર 3 ગુલાંટી ખાઈ અગનગોળો બન્યું પ્લેન, VIDEO:વેનેઝુએલા રનવે પર ટેક-ઓફ દરમિયાન જમીન પર અથડાયા બાદ વિમાનમાં આગ લાગી, બેનાં મોત વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 1980ની જેમ ચાંદી ફરી ક્રેશ થશે?:વિશ્વની ત્રીજા ભાગની ચાંદી ધરાવતા હન્ટ બ્રધર્સે કેવી રીતે બજાર તોડ્યું, જાણો કહાની વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ન ગુસ્સો, ન નિરાશા, ફક્ત એક ઊંડી શાંતિ, હળવું સ્મિત…:સતત બે મેચમાં “ડક” પર આઉટ; શું એડિલેડમાં કોહલીના Goodbyeમાં કોઈ મેસેજ છુપાયો છે? વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર : વિક્રમ સંવત 2082ની કેટલીક વિશેષ વાત:મેષથી કર્ક રાશિના જાતકો માટે ત્રણ મુખ્ય ગ્રહોની ચાલ કેવી રહેશે? કોણ માલામાલ થશે? વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે એક માણસે કારના નંબરથી જીતી 44 લાખની લોટરી અમેરિકાના વોશિંગ્ટનમાં એક માણસે પોતાની કારના નંબરનો ઉપયોગ કરીને લોટરીમાં 44 લાખ રૂપિયા જીત્યા. આ માણસનું નામ જોન મર્ફી છે, જેની કારનો લાઇસન્સ પ્લેટ નંબર 43871 છે. જ્યારે મર્ફી લોટરી ટિકિટ ખરીદવા ગયો ત્યારે તેની નજર નંબર પ્લેટ પર પડી. એટલું જ નહિ તેનો ફોન નંબર પણ 438 થી શરૂ થાય છે. તેણે તે નંબર સાથે લોટરી ટિકિટ ખરીદી અને ઇનામ જીત્યું.
📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor’s View: ખાલી થવા લાગ્યો USનો ખજાનો:ટ્રમ્પની રાજહઠ ને અમેરિકામાં શટડાઉન, વિશ્વની મહાસત્તા મુશ્કેલીમાં; વગર પગારે કામ કરવા મજબૂર અમેરિકનો 2. ભાસ્કર ઈન્ટરવ્યૂ : ‘નેતાઓની નારાજગી સાચી છે, હું પણ તેમાંનો એક’:ભાજપના લીડર ભવાન ભરવાડનો ઉકળાટ- અમારી પાર્ટીમાં સાંભળવાની ટેવ ઓછી, કોઈ બોલે તો કાપી નાખે 3. ચોરાયેલો મોબાઇલ શોધવા આ સરકારી વેબસાઇટ કામ લાગશે:અમદાવાદ પોલીસે 8 મહિનામાં 5.5 કરોડના 4 હજાર ફોન શોધ્યા, આશીર્વાદરૂપ બની સિસ્ટમ 4. હોસ્પિટલમાં શેખ રિયાઝનું એન્કાઉન્ટર, માતાએ કહ્યું- હત્યા છે:તૂટેલી ગરદન, હાથમાં હાથકડી, બંદૂક કેવી રીતે છીનવી; મોસ્ટ વૉન્ટેડને બાઇક પર કેમ લાવ્યા? 5. આજનું એક્સપ્લેનર:PM, મંત્રીઓના ભ્રષ્ટાચારને પકડવા માટે બન્યું હતું ‘લોકપાલ’, 5 કરોડની 7 BMWની ખરીદીના કારણે ઘેરાયું; 6 સવાલમાં સંપૂર્ણ કહાની 6. બ્લેકબોર્ડ: પત્ની ઘરની બહાર નીકળે તો ‘કોઠાવાળી’ સમજે છે:અમારું સરનામું દિલ્હીનો જીબી રોડ, જે સેક્સવર્ક માટે બદનામ; એટલે આત્મહત્યા કરવાનું મન થાય છે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ:મીન રાશિના લોકો માટે નાણાકીય સફળતા મળવાની સ્થિતિ; ધન જાતકોને સામાજિક સંબંધો ગાઢ બનશે વાંચો સંપૂર્ણ રાશિફળ
Read more
