મોદી ‘Killer’ અને ‘Nicest looking guy’…:ટ્રમ્પે સાઉથ કોરિયામાં PM મોદીનાં વખાણ કરતાં કહ્યું- હું મોદીનું સન્માન કરું છું, અમે જલદી જ ટ્રેડ ડીલ પર વાત કરીશું
ભારત અને અમેરિકા વચ્ચે જલદી જ ટ્રેડ ડીલ થવાની આશા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે 29 ઓક્ટોબરના રોજ સાઉથ કોરિયામાં થઈ રહેલા એપેક CEO સમિટમાં આ દાવો કર્યો છે. તેમણે કહ્યું- ભારત સાથે જલદી જ ટ્રેડ ડીલ થશે, હું પીએમ મોદીનું સન્માન કરું છું. ટ્રમ્પે પોતાના ભાષણમાં ભારત-પાકિસ્તાન તણાવનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે બંને દેશ લડી રહ્યા હતા તો મેં બંનેને યુદ્ધ રોકવા માટે કહ્યું, પરંતુ તેમણે ના પાડી દીધી. આ દરમિયાન તેમણે પીએમ મોદીની કોપી પણ કરી અને મોદીની જેમ જ કહ્યું- નો વી વિલ ફાઇટ 250% ટેરિફ ફટકારવાની ધમકી આપી દીધી
ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે બંને દેશ પર 250% ટેરિફ ફટકારવાની ધમકી આપી દીધી. તેના બે દિવસ પછી બંનેએ ફોન કર્યો અને યુદ્ધવિરામ અંગે સહમતી દર્શાવી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરનાં પણ વખાણ કર્યાં. મુનીરને તેમણે જબરદસ્ત ફાઇટર ગણાવ્યા. ટ્રમ્પે મોદીને ‘કિલર’ અને ‘નાઇસેસ્ટ લુકિંગ ગાય’ કેમ કહ્યું? પીયૂષ ગોયલે કહ્યું હતું- ભારત બંદૂકની અણીએ ડીલ કરતું નથી કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલે અમેરિકા સાથે ટ્રેડ ડીલને લઇને ગયા અઠવાડિયે કહ્યું હતું કે ભારત ઉતાવળમાં સોદા અને પછી માથા પર બંદૂકની અણીએ ડીલ કરતું નથી. તેમણે કહ્યું હતું કે કોઈપણ ટ્રેડ ડીલને લોન્ગ ટર્મના દૃષ્ટિકોણથી જોવું જોઈએ. ભારત ક્યારેય ઉતાવળમાં અથવા કોઈના આવેશમાં આવીને નિર્ણય કરતું નથી. હાઈ ટેરિફથી છુટકારો મેળવવા માટે ભારત નવા માર્કેટની શોધ પણ કરી રહ્યું છે. પોતાની શરતો પર ડીલ કરવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે ટ્રેડ ડીલ હંમેશાં લોન્ગ ટર્મના દૃષ્ટિકોણથી થવી જોઈએ. US ભારતના ડેરી સેક્ટરમાં એન્ટ્રી ઇચ્છે છે, એટલે ડીલમાં મોડું અમેરિકા ઇચ્છે છે કે તેના દૂધ, ચીઝ અને ઘી જેવાં ડેરી ઉત્પાદનો ભારતમાં આયાત કરવાની મંજૂરી આપવામાં આવે. ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને લાખો નાના ખેડૂતો આ ક્ષેત્રમાં રોકાયેલા છે. ભારત સરકારને ડર છે કે જો અમેરિકન ડેરી ઉત્પાદનો ભારતમાં પ્રવેશ કરશે તો સ્થાનિક ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થશે. એમાં ધાર્મિક લાગણીઓ પણ સામેલ છે. અમેરિકામાં ગાયને સારું પોષણ આપવા માટે જાનવરોનાં હાડકાંથી બનેલા એન્ઝાઇમ (જેમ કે રેનેટ)ને તેમના ખોરાકમાં મિક્સ કરવામાં આવે છે. ભારત આવી ગાયના દૂધને ‘નોન વેજ મિલ્ક’ એટલે માંસાહારી દૂધ માને છે. 2030 સુધીમાં વેપાર વધારીને $500 બિલિયન કરવાનો લક્ષ્યાંક ભારત અને અમેરિકા 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વર્તમાન $191 બિલિયનથી વધારીને $500 બિલિયન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, એપ્રિલ-જુલાઈ 2025માં ભારતની અમેરિકામાં નિકાસ 21.64% વધીને $33.53 બિલિયન થઈ છે, જ્યારે આયાત 12.33% વધીને $17.41 બિલિયન થઈ છે. આ સમયગાળા દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર રહ્યું, જેનો કુલ વેપાર $12.56 બિલિયન હતો. એપ્રિલથી ભારતની યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસ સતત વધી રહી છે. ભારતમાં કુલ 50% ટેરિફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 6 ઓગસ્ટના રોજ ભારત પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી. આ આદેશ 27 ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો. એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહેવામાં આવ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે અગાઉ 30 જુલાઈના રોજ ભારત પર 25% ટેરિફની જાહેરાત કરી હતી. હવે ભારત કુલ 50% ટેરિફનો સામનો કરી રહ્યું છે. આ સમાચાર પણ વાંચો…. ઇઝરાયલનો ગાઝા પર ફરી હુમલો, 30 લોકોનાં મોત: હમાસ પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ, 20 દિવસ પહેલાં જ ટ્રમ્પની હાજરીમાં થયો હતો કરાર યુદ્ધવિરામ અમલમાં આવતાંની સાથે જ ઇઝરાયલે ગાઝામાં નવા હવાઈ હુમલા શરૂ કર્યા, જેમાં 30થી વધુ પેલેસ્ટિનિયનોનાં મોત થયાં. ઇઝરાયલે દાવો કર્યો હતો કે હમાસે અગાઉ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને ગાઝામાં તહેનાત તેના સૈનિકો પર હુમલો કર્યો હતો. હમાસે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે યુદ્ધવિરામનું પાલન કરી રહ્યું છે. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો…
