Divya Bhaskar

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગનો ‘રિ-ઈમેજિંગ એગ્રિકલ્ચર:અ રોડમેપ ફોર ફ્રન્ટીયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મશન’ લોન્ચ કર્યો, કૃષિ સેક્ટરના ભવિષ્ય માટે અગત્યની બ્લૂપ્રિન્ટ

Published: November 3, 2025 • Language: English

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગના નીતિ ફ્રન્ટીયર ટેક હબ દ્વારા તૈયાર કરાયેલા ‘રિ-ઈમેજિંગ એગ્રિકલ્ચર: અ રોડમેપ ફોર ફ્રન્ટીયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મશન’નું વિમોચન કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશના કૃષિ સેક્ટરને ભવિષ્ય માટે તૈયાર કરવાની દિશામાં આ રોડમેપ એક અગત્યની બ્લૂપ્રિન્ટ છે. ડેટા કનેક્ટિવિટી અને ઇન્ટેલિજેન્સને સીધી રીતે કૃષિ વ્યવસ્થામાં સંકલિત કરશે
મુખ્યમંત્રીએ કહ્યું કે, ટેકનોલોજી આધારિત કૃષિ વિકાસ દ્વારા અન્નદાતાના સપનાઓ સાકાર કરવાની દિશામાં આ રોડમેપ માર્ગદર્શક સાબિત થશે. આ રોડમેપમાં ડેટા, કનેક્ટિવિટી અને ઇન્ટેલિજેન્સને સીધી રીતે કૃષિ વ્યવસ્થામાં સંકલિત કરવાનો વિઝન રજૂ કરવામાં આવ્યો છે, જે ગુજરાતના કૃષિ વિઝન સાથે સંપૂર્ણપણે સુસંગત છે. ખેડૂતોના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પહેલ
તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના ચાર સ્તંભ તરીકે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિની વાત કરી છે. આ રોડમેપ અન્નદાતા એટલે કે ખેડૂતોના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. ‘છ આર્થિક પ્રદેશો માટે રીજિયનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગની પહેલોને સાકાર કરવામાં ગુજરાતની અગ્રણી ભૂમિકાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, સુરત ઇકોનૉમિક રીજિયન સહિત રાજ્યના છ જિલ્લાઓમાં ગ્રોથ હબ તરીકે વિકાસ શરૂ થયો છે. રાજ્ય સરકારે નીતિ આયોગની પેટર્ન પર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સફોર્મેશન (GRIT)ની સ્થાપના કરી છે અને છ આર્થિક પ્રદેશો માટે રીજિયનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “વિકસિત ભારત@2047”ના વિઝનને સાકાર કરવા માટે “વિકસિત ગુજરાત@2047” રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં નીતિ આયોગના સૂચનો મહત્વપૂર્ણ સાબિત થયા છે. ક્રોપ ડાયવર્સિફિકેશન અને સસ્ટેનેબલ એગ્રિકલ્ચરને પ્રોત્સાહન
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે ટેકનોલોજી અને યાંત્રિકીકરણ દ્વારા કૃષિને વધુ પ્રોડક્ટિવ બનાવવાના અનેક પગલાં લીધા છે. ગુજરાતે ક્રોપ ડાયવર્સિફિકેશન અને સસ્ટેનેબલ એગ્રિકલ્ચરને પ્રોત્સાહન આપ્યું છે. ડિજિટલ એગ્રિકલ્ચર માટે નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન ફૉર એગ્રિકલ્ચર, ડિજિટલ ક્રોપ સર્વે, ફાર્મર રજિસ્ટ્રી અને આઈ-ખેડૂત પોર્ટલ જેવી પહેલો અમલમાં છે. આર્ટિફીશિયલ ઇન્ટેલિજેન્સ અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવી ટેકનોલોજી
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આર્ટિફીશિયલ ઇન્ટેલિજેન્સ અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ જેવી ટેકનોલોજી દ્વારા જમીનની ઉપજ ક્ષમતા, પાકમાં થનારા રોગો અને પોષક તત્વોની જાણકારી વધુ ઝડપથી મળી શકે છે. ઉપરાંત, નવીન સીડ્સ, સાધનો અને ઇનપુટ્સ દ્વારા ખેતીમાં ખર્ચ ઘટાડવા અને પર્યાવરણીય સંતુલન જાળવવાની દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે. કૃષિ પ્રગતિ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા
આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા, નીતિ આયોગના CEO બી.વી.આર. સુબ્રહ્મણ્યમ, સભ્ય દેબજાની ઘોષ અને પ્રોગ્રામ ડાયરેક્ટર ડૉ. નીલમ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નીતિ આયોગના પ્રતિનિધિઓએ ગુજરાતની કૃષિ પ્રગતિ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા પણ કરી હતી. લૉન્ચિંગ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા તથા A.T.E. ચંદ્ર ફાઉન્ડેશનના કો-ફાઉન્ડર અમિત ચંદ્ર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Read more at source

← Back to Home