News For India – Gujarat
Loading…

માર્ચ 2026 સુધીમાં હવે સ્માર્ટફોન પર કોલરના નામ પણ જોવા મળશે

નવી દિલ્હી : ટેલિકોમ્યુનિકેશન વિભાગે ટેલિકોમ સેવા પ્રદાતાઓને માર્ચ ૨૦૨૬ સુધીમાં તમામ સર્કલમાં  (કોલર નેમ પ્રેઝન્ટેશન) સેવા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સેવા સ્માર્ટફોન પર કોલ કરનારની ઓળખ જાહેર કરશે. જાણકાર સુત્રોએ જણાવ્યું હતું કે સરકારે શરૂઆતમાં વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર સુધીમાં આ સેવા શરૂ કરવાનો આંતરિક લક્ષ્યાંક નક્કી કર્યો હતો. જોકે, ટેલિકોમ કંપનીઓને સત્તાવાર રીતે માર્ચ ૨૦૨૬ના અંત સુધીમાં સેવા શરૂ કરવા કહેવામાં આવ્યું હતું.

વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો સહિતની કંપનીઓ હાલમાં ઉત્તરના કેટલાક સર્કલમાં પાયલોટ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.