Gujarati News

'માર્કેટ ભયાનક રીતે ક્રેશ થશે, હું 1971થી સોનું…', રોબર્ટ કિયોસાકીએ જણાવી ભવિષ્યની રણનીતિ?

Published: November 11, 2025 • Language: English

Robert Kiyosaki Warning

Robert Kiyosaki Warning: રોકાણકાર, ઉદ્યોગસાહસિક, નાણાકીય શિક્ષણના હિમાયતી અને ‘રિચ ડેડ પુઅર ડેડ’ પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકી સોશિયલ મીડિયા પર નિયમિતપણે રોકાણકારોને માર્ગદર્શન અને સલાહ આપતા રહે છે. તેમની પોસ્ટ્સમાં સોનું, ચાંદી અને બિટકોઈન જેવા રોકાણોનું મહત્ત્વ હંમેશા વધારે જોવા મળે છે.

તાજેતરમાં, તેમણે ફરી એકવાર તેમની X પોસ્ટ દ્વારા એક સખત ચેતવણી આપી છે, જેમાં તેમણે બજારમાં મોટો ક્રેશ આવવાની આગાહી કરી છે. જોકે, આ ચેતવણી આપતાની સાથે જ તેમણે જણાવ્યું કે, ‘હું વર્ષ 1971થી જ સોનામાં રોકાણ કરી રહ્યો છું અને હાલમાં પણ તેને વેચવાને બદલે, વધુ ખરીદી કરવાનું ચાલુ રાખું છું.’

Read more

← Back to Home