
JD Vance Defends Wife Religion Controversy: અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સને યુનિવર્સિટી ઑફ મિસિસિપીમાં ટર્નિંગ પોઈન્ટ યુએસએ કાર્યક્રમ દરમિયાન એક દક્ષિણ એશિયાઈ મહિલાએ તેમની આસ્થા, પત્ની ઉષા વેન્સ સાથેના આંતર-ધાર્મિક લગ્ન અને ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિઓ વિશે સવાલ કર્યા હતા. આ સંવાદ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં મહિલાએ વેન્સને કહ્યું હતું કે, તે તેમની ઘણી વાતો સાથે સહમત નથી. જોકે, આ દરમિયાન વેન્સના નિવેદનથી પત્ની ઉષાને ધર્મ પરિવર્તન કરવા માટે પ્રેરિત કરવા અંગેનો વિવાદ ઊભો થયો હતો, જેના પર જે ડી વેન્સે બાદમાં સ્પષ્ટતા પણ આપી છે.
હિન્દુ પરિવારમાં ઉછર્યા છે ઉષા
મહિલાએ જે ડી વેન્સને તેમઅ પત્ની ઉષા વેન્સ (જે હિન્દુ પરિવારમાં ઉછરેલા છે) સાથેના આંતર-ધાર્મિક લગ્ન વિશે સવાલ કર્યો.