મહીસાગર જિલ્લામાં સરકારી કચેરીઓમાં વંદે માતરમનું સમૂહગાન:વંદે માતરમના 150 વર્ષની ઉજવણી નિમિત્તે અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા
Published: November 7, 2025 •
Language: English
વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ પ્રત્યે ગર્વની ભાવના જગાડવાનો છે. આ અંતર્ગત મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી સરકારી કચેરીઓમાં વંદે માતરમનું સમૂહગાન યોજાયું હતું. પ્રાંત અધિકારીઓની કચેરીઓ, મામલતદાર કચેરીઓ અને જિલ્લાની નગરપાલિકાઓ સહિતની વિવિધ કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓએ આ સમૂહગાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમૂહગાન બાદ ઉપસ્થિત સૌએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અને અન્યોને પણ તે માટે પ્રોત્સાહિત કરવાના શપથ લીધા હતા.
