મલેશિયા કોસ્ટ નજીક રોહિંગ્યા પ્રવાસીઓને લઈ જતી બોટ ડૂબી, સેંકડો લોકોના મોતની આશંકા
Published: November 10, 2025 •
Language: English

Boat accident News : મ્યાનમારથી સારી જિંદગીની આશામાં નીકળેલા રોહિંગ્યા શરણાર્થીઓ માટે દરિયો ફરી એકવાર કબ્રસ્તાન બન્યો છે. થાઈલેન્ડ-મલેશિયા સરહદ પાસે લગભગ 100 રોહિંગ્યા પ્રવાસીઓને લઈ જઈ રહેલી એક બોટ ડૂબી ગઈ છે. મલેશિયન મેરીટાઇમ એજન્સીએ રવિવારે માહિતી આપી કે આ દુર્ઘટનામાં 7 લોકોના શબ મળી આવ્યા છે, જ્યારે 13 લોકોને બચાવી લેવાયા છે. બોટમાં સવાર અન્ય 80થી વધુ લોકો હજુ પણ લાપતા છે.
કઈ રીતે બની દુર્ઘટના?
