ભૂવાઓનું બાળકો-બીમારો સાથે અમાનવીય કૃત્ય:ભૂલકાંઓને ભૂવાઓ તારથી આપી રહ્યા છે ડામ
મેડિકલ સાયન્સ અને ટેકનોલોજીના જમાનામાં પણ અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકો અંધવિશ્વાસની જાળમાં ફસાઈ રહ્યા છે. આવી જ એક પરંપરા, માન્યતાઓ અને અંધશ્રધ્ધાના સમન્વય ની વચ્ચે વલસાડ,ડાંગ,તાપી સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભૂવાઓ દ્વારા હજુ પણ કુમળી વયના બાળકોને ડામ આપવાની વેદનાભરી પ્રથાઓનો ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં ઘટસ્ફોટ થયો છે. દાયકાઓથી ચાલતી આવી જૂની પરંપરા, માન્યતાઓ અને અંધશ્રદ્ધા વચ્ચે બાળકો સાથેની આ પ્રથામાં દુ:ખ સાથે નાનાં બાળકોની ચીસ સાંભળી શકાય છે, લોકો તેને ડામ કહે છે. દુઃખ આપતી ડામ આપવાની આ કૂપ્રથામા ગામમાં જ્યાં સૂર્ય ઊગતાં પહેલા ગ્રામ્ય મહિલાઓ પોતાના નાનાં બચ્ચાને કાંધે લઈને ગામના એક ઘરમાં જાય છે. તે ઘરના આંગણામાં માટીની ભૂમિએ બેઠેલો વ્યક્તિ આગને હવા આપી રહ્યો છે અને આગમાં લોખંડના તારને ગરમ કરે છે. ગામની મહિલાઓ પોતાના વ્હાલસોયા બાળકોને ભૂવા તરીકે ઓળખાતા આ શખસને સોંપે છે. ભૂવો ગરમ લોખંડનાં તારથી બાળકે પેટ પર ડામ લગાવે છે. આ પરંપરા એવો સંતોષ માને છે કે હવેથી બાળકને ક્યારેય દુ:ખ નહીં થાય,પરંતુ બાળકનું રૂદન વેદનાની ચીસ દુઃખ વ્યક્ત કરી દે છે. ખાસ કરીને પેટ ચડવાની બીમારી હોય તો તેની પર ડામ અપાય છે, જેવી બીમારી હોય તે પ્રકારે પીડાદાયી ડામ આપવામાં આવે છે. જેનો મહત્તમ ભોગ બાળકો બને છે. અંધવિશ્વાસમાં સપડાયેલા લોકો બાળકોને ડામ મૂકાવે છે
અંધવિશ્વાસમાં સપાયેલા માતાપિતા – વાલી હજુ પણ જૂની પરંપરાને વળગી રહ્યા હોવાથી તેઓ બાળકોને ડામ મૂકાવે છે. મેડિકલ સાયન્સને પડકારતી આ પ્રથા અંધવિશ્વાસ પર આધારિત છે. ડોક્ટોરો પણ માને છે કે જાગૃતતાના અભાવે અને અજ્ઞાનતાના કારણે આ થઈ રહ્યું છે. પેટ-માથાના દુખાવા, કમરના દુખાવા સહિત અનેક બીમારીમાં ડામ અપાય છે
ડામ મૂકવાની જૂની પરંપરા અનુસાર, નવજાત 21 દિવસના બાળકથી લઈને મોટા વૃદ્ધ સુધીને પણ ડામ આપવામાં આવે છે. માન્યતા છે કે ડામથી પેટની જે નસ વધે છે તે ઠીક થવાનો દાવો છે. ડામથી પેટમાં પીડા નથી થતી, પગ અને કમરનાં દુખાવા માટે પણ ડામ આપવામાં આવે છે. ભૂવાઓનું માનવું છે કે દવાથી અંદરની સારવાર થાય છે. ડામ મૂકનાર સાથે સંવાદ… ભાસ્કર : અમારા બાળકને ડામ મૂકવાનો છે.
ભુવા : શનિવારે લઈ આવજો. ભાસ્કર : પણ શાળા ચાલુ છે તો સારું થઈ જશે ને ?
ભુવા: સારું થઈ જશે એ તો. ભાસ્કર : મારા મિત્રના છોકરાને પણ મૂકવાનો છે, માથામાં પણ મૂકે કે
ભુવા : માથામાં ત્રણ ભમર હોય તો માથામાં મૂકે, પેટ ચડતું હોય તો પેટ પર પણ મૂકાય ભાસ્કર : કેટલા રૂપિયા આપવાના થાય ?
ભુવા : બીજા તો મોઢું ખોલીને માંગે પણ મને તો ખુશીથી જે આપી જાય એ ચાલે ભાસ્કર એક્સપર્ટ : ડો.આશિષ ગામીત,બાળરોગ નિષ્ણાત, વલસાડ
