Gujarati News

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભરૂચમાં કેટલીક શાળામાં હાજરી પૂરી શિક્ષકો બીએલઓ કામ કરવા મજબૂર

Published: November 12, 2025 • Language: English

ભરૂચ જિલ્લામાં હાલ 700 જેટલા પ્રાથમિક શિક્ષકો બીએલઓની કામગીરી કરી રહ્યા છે. ત્યારે શિક્ષકોને સમય મર્યાદામાં બીએલઓની કામગીરી કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. જેથી બીએલઓની કામગીરી માટે ઓડર કરવામાં આવેલા તમામ શિક્ષકો ફોર્મ વિતરણ સહિતની કામગીરી કરી રહ્યા છે. સાથે શિક્ષકોને બીએલઓ સિવાયની અન્ય કામગીરી પણ સોંપવામાં આવી છે. ત્યારે શિક્ષકોને સમજાતું નથી કે કઈ કામગીરીને પૂરો ન્યાય આપી શકે ત્યારે બીજી તરફ વધારાની કામગીરીને કારણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે. ત્યારે ભાસ્કરની ટીમે શાળાની મુલાકાત અને બીએલસો સાથે વાતચીત કરીને કામગીરી દરમિયાન પડતી સમસ્યા જાણવાનો પ્રયત કર્યો છે. જેમાં બીએલઓ શિક્ષકોએ જોવાયું હતું કે, હાલ બીએલઓ સહિતની અન્ય કામગીરી પણ સોંપાઇ છે. વિદ્યાર્થીઓનો પણ અભ્યાસ બગડી રહ્યો છે. કિસ્સો 1: મારા પતિને રસોઈ બનાવવી પડે છે
ઘણા લોકો સ્થળાંતર કરીને આવે તેમજ અન્ય જગ્યાએ ગયા હોય છે. તેથી 2002 ની યાદીમાં નામ જ નથી મળતા તેથી ટકાવારી પણ ઓછી બોલાઈ છે. આ કામગીરીને કારણે મારા છોકરાને 3 દિવસ શાળાએ પણ મોકલ્યા નથી કેમ કે સવારે કામગીરીમાં જવાના કારણે તેને તૈયાર કરવાનો સમય પણ મળતો નથી. મારી પાસે જમવાનું બનાવવાનો પણ ટાઈમ મળતો નથી છતાં મે રોટલી બનાવી દઉં છે ત્યારે મારા પતિ જમવાનું સહિતની ઘરની કામગીરી કરીને નોકરી પર જાય છે. હાલ રાત્રિના સમયે ફોર્મ વિતરણ કરવા જવાય તેમ નથી જેથી દિવસે ફોર્મ આપ્યા બાદ રાત્રિના 1 વાગ્યા સુધી તમામ માહિતી ઓનલાઈન કરવી પડે છે. અમે માનસિક રીતે હેરાન થઈ ગયા છે. કિસ્સો 2: પતિની કાળજી રાખવાનો સમય નથી
હાલ શાળા પૂરી થયા બાદ 5 વાગ્યા પછી બીએલઓની કામગીરી માટે ગામમાં જાઉં છું અને રાત્રિ દરમિયાન પણ ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવવાની કામગીરી કરવા જવું પડે છે. ઘણી વાર તો લોકો ઘરે પણ મળતા નથી અને મળે તો તેમની પાસે પુરાવા હોતા નથી જેથી બીજા દિવસે પાછું ત્યાં જવું પડે છે. ઘણા લોકો પહેલા એવું કહે છે કે અમારા ગામનો રસ્તો બનાવ્યો નથી જેવી ફરિદાય સાંભળવી પડે છે. મારા પતિનું હાલમાં જ ઓપરેશન કરવામાં આવ્યું છે તેમની કાળજી લેવા માટે પણ સમય મળતો નથી કિસ્સો 3: સરકારનું કામ છે એટલે કરવું પડે છે
શાળાના સમય બાદ એટલે કે સવારે અથવા સાંજે 5 વાગ્યા બાદ બીએલઓની કામગીરી કરવી પડી રહી છે. હાલ હુ સાંજના 6:30 સુધી કામગીરી કરી રહી છુ. જેના કારણે મારે ઘરેથી 6 થી 7 કિમી જવું પડે છે અને રાત્રીના પાછું ફરવું પડે છે જેથી આવવા જવા દરમિયાન ડરતો લાગે છે. ત્યાર બાદ ઘર કામ સહિતની કામગીરી કરવી પડી રહી છે. ઉપરથી કેટલાક લોકો પાસે પુરાવા નહીં હોવાના કારણે બીજા દિવસે ફરી ધક્કો ખાવો પડે છે. અને ફોર્મ પણ અમારે જ ભરી આપવું પડે છે શાળાના બાળકો પર આ કામગીરીના કારણે ધ્યાન અપાતું નથી ઘણા વાલીઓ શાળાએ પણ કામગીરી માટે આવે છે. અત્યારે તકલીફ વેઠીને પણ સરકારનું કામ છે એટલે કરવું પડે છે.

Read more

← Back to Home