ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મહિલા BLOની વ્યથા : 3 દિવસથી ઘરે રસોઈ નથી બનાવી, અમુક વિસ્તારમાં પતિ-પુત્રને સાથે રાખવા પડે છે
સેતુગીરી ગોસ્વામી
જિલ્લામા 1518 બીએલઓને 14.50 લાખ જેટલા મતદારોના ઘરે જઈને એસઆઈઆરની પ્રક્રિયા કરીને મતદાર યાદી સુધારણાનુ કાર્ય સોંપાયું છે ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા 5 મહિલા અને 4 પુરુષ બીએલઓ સાથે જઈને તેમની કામગીરી અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરાયો હતો. જેમાં બીએલઓને થતી મુશ્કેલીઓ અને નાગરિકો દ્વારા તેમને અપાતા જવાબોનો સર્વે હાથ ધરાયો હતો. 80 ફૂટ રોડ, જોરાવરનગર, વઢવાણ અને દાળમિલ સહિત તમામ 13 વોર્ડમાં બીએલઓ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. તેમાં બીએલઓને અધિકારીઓ દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે વારંવાર દબાણ કરાતું હોવાનું પણ સામે આવ્યું હતું. જ્યારે સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરાવ્યા બાદ ફિલ્ડ વર્કમાં જનાર બીએલઓનું કાર્ય કરનાર મહિલા શિક્ષીકાઓને મતદારો દ્વારા ઉડાઉ જવાબો અપાતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. ઘણી જગ્યાએ ઘર નંબર નથી
આપેલ પીડીએફમાં ક્યાંય ચોક્કસ સરનામા નથી. તંત્રે પહેલા દરેક ઘરને કાયમી નંબર આપી દેવા જોઈએ જેથી અત્યારે અને ભવિષ્યમાં પણ આવી કામગીરી સરળ બને. ભાડૂઆત મતદારો મકાન બદલે એટલે ઘર મળતા નથી દાદી અંતિમ શ્વાસ લઈ રહ્યા છે, મળવા નથી જઈ શકાતું
