Gujarati News

ભાસ્કર એક્સક્લૂસિવ:અકોટામાં લોકોએ સોલારની અરજી કરી,વીજ કંપનીએ 2 મહિને ટ્રાન્સફોર્મર આપ્યું, 3 મહિને પણ ચાલુ ન કર્યું

Published: November 2, 2025 • Language: English

અકોટા ગ્રીન પાર્ક સોસાયટી-3માં સોલાર પેનલના જોડાણ આપવાને લઈ એમજીવીસીએલે રહીશોને ગોળગોળ ફેરવ્યા હોવાના આક્ષેપ થયા હતા. લોડ વધુ છે, ટ્રાન્સફોર્મર મૂકવું પડશે, કહી 3 મહિના પસાર કરી દીધા બાદ નવાં ટ્રાન્સફોર્મરમાંથી જોડાણ શરૂ કરવાને બદલે ડાયરેક્ટ શરૂ કરી દેવાયાં હતાં. રહીશોના આક્ષેપ છે કે, તેઓ ગામડામાં રહેતા હોય તેમ વારંવાર લાઇટો જતી રહે છે. અકોટાની ગ્રીન પાર્ક સોસાયટી-3માં રહેતા 6 રહીશોએ એપ્રિલમાં ફ્લેટના ટેરેસ પર કોમન 30 સોલાર પેનલ લગાવી હતી. સ્થાનિકોએ કનેક્શન શરૂ કરવા એમજીવીસીએલમાં અરજી હતી, પરંતુ અધિકારીઓ લોડ વધુ છે, કનેક્શન નહીં અપાય તેમ કહેતા હતા. આખરે 3 મહિના બાદ સોસાયટી પાસે ટ્રાન્સફોર્મર મૂક્યું હતું. જોકે ટ્રાન્સફોર્મરમાંથી કનેક્શન શરૂ કરવાને બદલે ડાયરેક્ટ કનેક્શન શરૂ કરી દેવાયાં હતાં. જ્યારે ટ્રાન્સફોર્મર હજી શરૂ કરાયું નહોતું. સોલારનું કનેક્શન આપવા ટ્રાન્સફોર્મર મૂકવું પડશે, તેવી ફક્ત વાતો કરાઈ હતી. શટ ડાઉન લીધા બાદ ટ્રાન્સફોર્મરને શરૂ કરાશે
એમજીવીસીએલના અધિકારીએ કહ્યું કે, ટ્રાન્સફોર્મર મૂક્યું છે. હજી ચાલુ કરાયું નથી. વરસાદ બાદ કામ કરવાનું હતું. ટ્રાન્સફોર્મર શરૂ કરવા શટડાઉન લેવું પડતું હોય છે, જેથી આયોજન કર્યા બાદ શરૂ કરાશે. ટીમ દ્વારા કામગીરી કરાઈ રહી છે. લોડ વધુ છે, કહી વીજ કંપનીએ જોડાણ આપ્યાં નહોતાં
લોડ વધુ છે તેમ કહી પહેલાં જોડાણ અપાયાં નહોતાં, પછી ટ્રાન્સફોર્મર મૂકી દેવાયું હતું. જોકે તેમાંથી જોડાણ આપવાને બદલે સીધું કનેક્શન શરૂ કરાયું હતું. ટ્રાન્સફોર્મર હજી બંધ જ છે. ગામડામાં રહેતા હોય તેમ વારંવાર વિસ્તારમાં લાઇટો જતી રહે છે. > નીતિન દામાણી, ગ્રીન પાર્ક સોસાયટી-3, અકોટા

Read more at source

← Back to Home