Gujarati News

ભાસ્કર ઈમ્પેક્ટ:ભાયાવદરમાં ત્રણે પુલ પર ભારે વાહનો પ્રતિબંધિત, 57 દી’થી ખોરંભે ચડેલી ડાયવર્ઝનની કામગીરી શરૂ

Published: November 12, 2025 • Language: English

ભાયાવદરમાં રેલવે સ્ટેશન રોડથી સાગર ચોક સુધીમાં ત્રણ પુલ આવેલા છે, અને આ બધા પુલ ઘણા વર્ષો પહેલાં બનેલા હોઇ, તે જર્જરિત બની ગયા હોઇ, ભારે વાહનો માટે દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી હાઇકોર્ટની તાકીદ અને કલેક્ટરના જાહેરનામા બાદ આ પુલ પરથી ભારે વાહનો પસાર થવા દેવામાં આવતા ન હતા, જો કે ડાઇવર્ઝનનો મુદો પાલિકા અને આર એન્ડ બી વિભાગ માટે અહમનું કારણ બની જતાં કામગીરી ખોરંભે પડી હતી અને ભારે વાહનો આ ત્રણે પુલ પરથી પસાર થવા લાગ્યા હતા. જો કે હવે માર્ગ અને મકાન વિભાગે ડાઇવર્ઝન માટેની કામગીરી કે જે ખોરંભે પડી હતી તે શરૂ કરાવી છે. ભાયાવદરમાં રેલ્વે સ્ટેશન રોડથી સાગર ચોક સુધીમાં આવેલા ત્રણ પુલ પરથી જ મોટી પાનેલી, સીદસર, જામજોધપુર, ભાણવડ અને જામનગર જવાય છે અને આ ત્રણે પુલ પર સ્કૂલ બસ, એસટી અને ભારે વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હતી.ગંભીરા પુલ દુર્ઘટના બાદ આ ત્રણ પુલમાંથી બે પુલ જર્જરીત હાલતમાં હોવાથી કલેકટરના જાહેરનામા ના હુકમ મુજબ આર એન્ડ બી વિભાગ દ્વારા પુલની બંને સાઇડ એંગલ મારીને ભારે વાહનો માટે પ્રવેશ બંધ કરી દીધો હતો અને એક ડાઇવર્ઝન 1 કિલોમીટર દૂર કઢાયું હોવાથી બીજું ડાઇવર્ઝન નજીક કાઢવા માટે પાલિકાએ માં ઉમિયાના રથનું બહાનું બતાવીને પુલની બંને સાઈડના એંગલ જેસીબી મારીને ઉખેડીને ફેંકી દીધા હતા અને આ બને તંત્રની અવળચડાઈના લીધે બને પુલ સાવ ખુલ્લી હાલતમાં હતા અને બીજા ડાઇવર્ઝનની કામગીરી ખોરંભે ચડી હતી ત્યારે કલેકટરના જાહેરનામાનો ભંગ થતો હોય અને એના અહેવાલો અખબારમાં આવતા આજે 57 માં દિવસે આર એન્ડ બી વિભાગે પુલ પાસે બેરિકેડ લગાવી, રાઉન્ડ ધ ક્લોક હોમગાર્ડના જવાનનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ડાયવર્ઝનની કામગીરી શરૂ થતાં નજીકના ભવિષ્યમાં ભારે વાહનના ચાલકોએ બહુ લાંબો ફેરો નહીં ફરવો પડે. { રાજુ ખાંભલા

Read more

← Back to Home