Gujarati News

ભાસ્કર ઈનસાઈડ:ICDSના પ્રોગ્રામ ઓફિસરનો મહિલા બાળવિકાસ ચેરમેન ઉપર હુમલો

Published: November 12, 2025 • Language: English

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપની સ્પસ્ટ બહુમતીની બોડી હોવા છતા સદસ્યોમાં અંદરો અંદર સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. આથી જ મોટાભાગના ચેરમેનો પંચાયતે આવવાનું ટાળી રહ્યાં છે ત્યારે મહિલા અને બાળ વિકાસના મહિલા ચેરમેન ઉપર આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસરે ચાલુ ઓફિસે હુમલો કરતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે મંગળવારે ચેરમેન ગાંધીનગર દોડી ગયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન નંદુબેન ગુણવંતભાઇ વાઘેલા છે.તેમણે પોલીસને આપેલી અરજીમાં જણાવ્યુ છે કે તેઓ પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે ચેરમેન હોવા છતાં અમને કાઇ જાણ કરતા ન હતા નંદુબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, હું જિલ્લા પંચાયતમાં મહિલા અને બાળ વિકાસ ખાતાના ચેરમેન છું. આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા તમામ નિર્ણય પોતાની મનસ્વી રીતે જ લેતા હતા.ચેરમેન હોવા છતાં અમને કોઇ નિર્ણય બાબતે જાણ કરતા ન હતા.ગાડીઓના બીલ ચૂકવવા,ભરતી કરવી, નોટીસો આપવામાં આવે તેની પણ અમને કાંઇ કહેતા ન હતા.આ બાબતે વાત કરવા માટે ગઇ હતી.ત્યારે ગાડીના પૈસા ચૂકવવા બાબતે કહેતા તે ઉશ્કેરાઇ ગયા અને વાળ ખેંચીને હુમલો કર્યો હતો. 1 ગાડીને 22,500નું ચુકવણું, ગેરરીતિની રાવ જિલ્લા પંચાયતમાં આઇસીડીએસ વિભાગમાં તાલુકા કક્ષાએના ઘટકો સહિતના અધિકારીઓ માટે તથા માલ સામાન માટે કુલ 14 ગાડીઓ ભાડે રાખવામાં આવી છે. એક ગાડીના મહિને રૂ.22500 ચૂકવવામાં આવે છે.તેમાં ગાડીને 25થી 50 કિમી સુધી ફેરવીને પુરે પુરૂ બીલ લેવામાં આવે છે.આ બાબતે તપાસ થાય તો મોટુ કૌભાંડ નિકળે તેમ છે. પ્રોગ્રામ ઓફિસર તેમની ચેમ્બરમાં આવ્યા હતા. બારણુ બંધ કરી દીધુ હતું. ત્યારે અમે તેમને કહ્યું હતું કે, જે ભાડે ગાડીના પૈસા બાકી છે તે ચૂકવી આપો.

Read more

← Back to Home