Divya Bhaskar

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:રણમાફિયાઓેએ લૂણી નદી પર પાળા બાંધતા પૂરની સ્થિતિ

Published: November 2, 2025 • Language: English

બનાસકાંઠા જિલ્લાના ઉત્તરે માવસરીથી દક્ષિણે લુણેશ્વર મહાદેવ ઝઝામ સુધીના લૂણી નદીના પટને અડીને આવેલાં 40થી વધારે ગામોમાં તાજેતરમાં જ પૂરની વિકટ પરિસ્થિતિ જોવા મળી હતી. મે-2023માં મુખ્યમંત્રી કાર્યાલયથી મહેસુલ વિભાગને અને ત્યાર બાદ તબક્કાવાર સૂઈગામ મામલતદાર સુધી દબાણ હટાવાના આદેશ કરાયેલાં છે. પરંતુ, કાયમી ધોરણે દબાણ દૂર થતાં નથી. રણમાફિયાઓએ મીઠાના અગરો પર વરસાદી અને લૂણીનું પાણી ફરી ન વળે તે માટે 4 થી 15 ફૂટ સુધીના મોટા પાળા રણમાં કરી દીધાં છે. કનૈયાલાલ રાજગોરની અરજીના આધારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે બનાવેલી જોઈન્ટ કમિટીએ પણ રણમાં ગેરકાયદે મીઠું પકવવા માટે માટીના પાળા બાંધી દીધાનો સ્વીકાર કર્યો છે. આગામી 5 વર્ષ સુધી પાક લેવામાં મુશ્કેલી સર્જાશે
ખેડૂતો રણમાં વહેતું પાણી ખેડૂતોના ખેતરોમાં એક માસ બાદ પણ ભરાયેલું હોવાથી જમીનમાં ખાર ઉતર્યો છે. મસાલીના જીલુભા જાડેજાએ જણાવ્યું કે, સૂઈગામ તાલુકાના ખેડૂતોનો તૈયાર પાક તો નિષ્ફળ ગયો છે. આગામી 5 વર્ષ સુધી પાક લેવામાં મુશ્કેલી સર્જાશે.

Read more at source

← Back to Home