Gujarati News

ભારે હોબાળા બાદ આખરે વાહનચાલકોને રાહત! ‘KYV’ની પ્રક્રિયા વધુ સરળ બની, બ્લોક નહીં થાય ફાસ્ટેગ

Published: October 31, 2025 • Language: English


FASTag KYV Process Relief: ટોલ પ્લાઝા પર FASTag બ્લોક થવાના અનેક બનાવો સામે આવ્યા બાદ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) હેઠળ કાર્યરત ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) દ્વારા FASTagની KYV (Know Your Vehicle) પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. ઓગસ્ટ 2024માં શરૂ થયેલી આ ફરજિયાત પ્રક્રિયાના કડક અમલથી મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા હોબાળા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

KYV પ્રક્રિયામાં કરાયેલા ફેરફારો

NHAI દ્વારા લેવાયેલા આ નિર્ણયોનો હેતું FASTagના દુરુપયોગ અને છેતરપિંડીને રોકવાનો તેમજ ગ્રાહકોની સુવિધા વધારવાનો છે. IHMCL દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા ગ્રાહકોને નોંધપાત્ર રાહત આપે છે, ખાસ કરીને દસ્તાવેજો અપલોડ કરવાની જટિલ પ્રક્રિયામાં.

← Back to Home