Gujarat Top Stories

ભારત સાથે કેમ પંગો લેવા માંગે છે બાંગ્લાદેશના યુનુસ? પાકિસ્તાન બાદ તુર્કીયેને આપ્યું વિવાદિત નકશો દર્શાવતું પેઇન્ટિંગ

Published: November 4, 2025 • Language: English


India-Bangladesh Controversy : મોહમ્મદ યૂનુસ જ્યારથી બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બન્યા છે, ત્યારથી તેઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું, સંબંધો બગાડવાનું, ભારતના દુશ્મન દેશને સમર્થન આપવાનું અને આડકતરી રીતે ભારતને ટાર્ગેટ કરવાનું કામ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા યૂનુસે પાકિસ્તાનને એક વિવાદાસ્પદ પેઈન્ટિંગવાળો નકશો આપ્યો હતો, ત્યારે હવે તેમણે આવો જ નકશો તુર્કેઈને આપ્યો છે. આ નક્શામાં ભારતના પૂર્વોત્તર ક્ષેત્રને બાંગ્લાદેશનો ભાગ દેખાડાયો છે. 

દસ્તાવેજમાં ભારત સાથે યુદ્ધની વિગતોનો ઉલ્લેખ

વિવાદાસ્પદ રાજકીય ગેમ રમનારા યૂનુસે તુર્કીના સંસદીય પ્રતિનિધિમંડળને એક આર્ટવર્ક ભેટ આપી છે, જેમાં કથિત રીતે ભારતના પૂર્વોત્તર ક્ષેત્રને બાંગ્લાદેશના હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યો છે.

Read more

← Back to Home