ભારત ટેક્સી એપ: સરકાર શરૂ કરશે ટેક્સી સેવા, ડ્રાઈવર્સે નહીં આપવું પડે કમિશન; ખાનગી કંપનીઓને ઝટકો
Published: October 24, 2025 •
Language: English

Bharat Taxi: ઓલા-ઉબર જેવી પ્રાઇવેટ ટેક્સી સર્વિસની ગંદકી, વધારે ભાડું અને રાઇડ કેન્સલ જેવી અનેક ફરિયાદોને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે ભારત ટેક્સી (Bharat Taxi) નામની સરકારી કેબ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ ઓલા-ઉબર માટે મોટો પડકાર બની શકે છે, કારણ કે તેમાં કંપનીએ ડ્રાઈવરને કોઈ કમિશન આપવું પડશે નહીં અને તેની પૂરી કમાણી તેને જ મળશે. જેના કારણે ડ્રાઈવર્સ ભારત ટેક્સીને વધુ પસંદ કરશે.
સહકારી ટેક્સી સેવામાં શરૂઆતમાં 650 ડ્રાઈવર્સ/વાહનો
ભારત ટેક્સી દેશની પહેલી સહકારી (કો-ઓપરેટિવ) ટેક્સી સર્વિસ હશે.
