Gujarati News

'ભારત એક સેક્યુલર દેશ…', ઉત્તરપ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ઊઠાવ્યાં સવાલ

Published: October 24, 2025 • Language: English


Supreme Court: સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં લાગુ કરાયેલા ધર્મ પરિવર્તન વિરોધી કાયદા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે આ કાયદો ધર્મ પરિવર્તન કરવા માંગતા લોકો માટે મુશ્કેલીઓ વધારે છે. વધુમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ધર્મ પરિવર્તન પ્રક્રિયામાં સરકારી અધિકારીઓની દખલગીરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે, આ કાયદો ધર્મ પરિવર્તન પ્રક્રિયામાં સરકારી તંત્રની દરમિયાનગીરી વધારવા માટે ઘડવામાં આવ્યો હોય તેવું લાગે છે. જોકે, સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે તે હાલમાં ઉત્તર પ્રદેશના ધર્મ પરિવર્તન વિરોધી કાયદાની માન્યતા પર વિચાર કરી શકતી નથી.

Read more

← Back to Home