ભારતીય સૈન્યમાં તૈયાર થઇ રહી છે ઘાતક 'ભૈરવ બટાલિયન', ભવિષ્યના યુદ્ધમાં દુશ્મનને હંફાવશે
Published: October 23, 2025 •
Language: English

Bhairav Battalions in Indian Army : ભારતીય સેના પોતાની લડાઈ ક્ષમતામાં ઐતિહાસિક વૃદ્ધિ કરી રહી છે. આ પરિવર્તનનું કેન્દ્ર બની રહી છે ભૈરવ બટાલિયન, જે એક એવું વિશેષ એકમ છે જે નિયમિત પાયદળ અને ચુનંદા કમાન્ડો દળો વચ્ચેની ખાલી જગ્યા ભરી દેશે. ભૈરવ બટાલિયનને દુશ્મન પર અચાનક અને પ્રભાવશાળી હુમલા કરવા, આતંકવાદ વિરોધી કાર્યવાહી કરવા અને સરહદની નિગરાની કરવા જેવી જવાબદારીપૂર્ણ ભૂમિકાઓ માટે સજ્જ કરવામાં આવશે. ચાલો જાણીએ કે ભવિષ્યના યુદ્ધોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય સેનામાં ‘ભૈરવ બટાલિયન’ સહિત કેવાં અપગ્રેડેશન કરવામાં આવી રહ્યાં છે.
ભૈરવ બટાલિયનનો ઉદ્દેશ્ય
