Gujarati News

બોરસદમાં ટ્રક પલટી જઈ તોતિંગ વીજ પોલને ભટકાઈ

Published: December 2, 2024 • Language: English

– વહેલી સવારે પ્રચંડ ધડાકો થતા ગભરાટ

– 66 કેવી વીજ પોલનો હેવી વાયર તૂટી પડતા શહેર અને ગામોમાં વીજળી ડૂલ

આણંદ : બોરસદ શહેરમાં વાસદ ચોકડીએ આવેલા જૈન મંદિર પાસે વિચિત્ર અકસ્માત થયો હતો. જેમાં લોખંડના સળિયા ભરેલી ટ્રક ૬૬ કેવીના તોતિંગ વીજ પોલ સાથે ભટકાતા બોરસદ શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં વીજળી ડુંલ થઈ ગઈ હતી.

બોરસદની વાસદ ચોકડી પાસે જૈન દેરાસર આગળ પસાર થતા વાસદ હાઇવે ઉપર વહેલી સવારે ૬ વાગે ભાવનગરથી લોખંડના સળિયા ભરીને ભરૃચ તરફ ટ્રક જતી હતી.

← Back to Home