Gujarati News

બોપલ શરાબ પાર્ટીનો મામલો:અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે પાર્ટીના આયોજક કિપટો સેડરેક ઉર્ફે જોનને જામીન આપ્યા

Published: November 3, 2025 • Language: English

બોપલના ફાર્મ હાઉસમાં ચાલતી હાઇ પ્રોફાઈલ શરાબ અને હુક્કા પાર્ટી પ્રકરણમાં 22 જેટલા આરોપીઓ સામે બોપલ પોલીસ મથકે પ્રોહેબિશન એક્ટ અંતર્ગત કેસ ફરિયાદ નોધાઇ હતી. જેમાં મોટાભાગના આરોપીઓ વિદેશી વિદ્યાર્થીઓ છે. આરોપીઓ પૈકી કુલ 15 આરોપીઓએ કરેલી જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી દીધી હતી. 20 લોકોની ધરપકડ કરાઈ હતી
પાર્ટીના આયોજક અને કેન્યાના નાગરિક કિપટો સેડરેક ઉર્ફે જોનને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. આ કેસમાં બોપલના ફાર્મમાં ચાલતી શરાબ અને હુક્કા પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં 13 વિદેશી નાગરિક સહિત કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પાર્ટીમાંથી પોલીસે વિદેશી શરાબની 29 બોટલ, બિયરની 06 બોટલ અને 22 ટીન તેમજ 13 નંગ હુક્કા જપ્ત કર્યા હતા. અગાઉ 15 આરોપીઓની જામીન અરજી કોર્ટે નકારી નાખી હતી
અગાઉ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીઓ પૈકી 15ની જામીન અરજીઓમાં મુરિયુકી એલ્વિસ માચેરિયા, અનંત કપીલ, કૂટલોગેલ ઓગેંગ, ઝુકોલ શેલ્ટન એલિટ,બિલ ડેનિસ, આદિલ બાગબાન, સાંદી અબ્દુલ્લાહ, રાન્દ્રિયાનિયાના હજાસો મિહારી, કિપટો સેડરેક ઉર્ફે જોન, પ્રણયસિંગ શેખાવત, સાહિલ અહેમદ અહેમદી, મોરેરી પેસિફિકા મોરા, મિલન પટેલ, રેહાન મન્સુરી, માલોવા એનાસ્તાસિયા નીનો મેજિસ્ટ્રેટ કોર્ટે નકારી નાખી હતી.

Read more at source

← Back to Home