બોડેલીમાં કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ:જબુગામમાં બાઈક ચાલકને બચાવવાના પ્રયાસમાં અકસ્માત, જાનહાની ટળી
બોડેલી તાલુકાના જબુગામ નજીક નેશનલ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક કાર નાળાની રેલિંગ સાથે અથડાઈ હતી, સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. વડોદરાનું એક સિંધી પરિવાર ઉજ્જૈનથી વડોદરા પરત ફરી રહ્યું હતું ત્યારે બોડેલી નજીક જબુગામની હદમાં આ અકસ્માત થયો હતો. બાઈક સવારને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર નાળા પાસેની રેલિંગ સાથે અથડાઈ હતી.આ અકસ્માતમાં કારને નોંધપાત્ર નુકસાન થયું હતું, પરંતુ કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા અને કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. જબુગામ નજીકનો આ નાળો અત્યંત સાંકડો હોવાથી અહીં અકસ્માતો વારંવાર બનતા રહે છે. આ સ્થળ અકસ્માત ઝોન તરીકે જાણીતું છે.સ્થાનિક લોકો લાંબા સમયથી આ નાળાને પહોળો કરવા અને તેની સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ કરી રહ્યા છે, જેથી આવા અકસ્માતો અટકાવી શકાય.
Read more
