બે વિસ્તારોમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ:24 કેસ કરી દેશી દારૂ અને આથો ઝડપાયો, 7 વાહન ડિટેઈન
ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આડોડીયાવાસ અને અકવાડામાં પોલીસે પ્રોહીબિશન અંગે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન દેશી દારૂ અને દારૂ બનાવવાનો આથો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસે 24 કેસો કરવામાં આવ્યા હતા અને 7 જેટલા વાહનો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ભાવનગર પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સીધા સુપરવિઝન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંઘાલ, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેક્ટર, ભરતનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.એચ. કુરેશી, બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.કે. ડાભી, ગંગાજળીયા પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ. મકવાણા, ભાવનગર સિટી પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. અને કુલ 25 પોલીસકર્મીઓની ટીમે આ કાર્યવાહી કરી હતી. આ ટીમો દ્વારા આડોડીયાવાસ અને અકવાડા વિસ્તારમાં અલગ અલગ રેઈડ કરવામાં આવી હતી. જેમાં કુલ 226 લિટર દેશી દારૂ, જેની કિંમત રૂ.45,200 છે અને 3590 લિટર દેશી દારૂ બનાવવાનો આથો, જેની કિંમત રૂ.89,750 છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે પ્રોહીબિશનના કુલ 24 કેસ નોંધ્યા હતા અને 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, મોટર વાહન અધિનિયમની કલમ-207 હેઠળ 7 વાહનો પણ ડિટેઈન કરવામાં આવ્યા હતા.
