બીલીમોરામાં SMCની ટીમ અને શાર્પશૂટર ગેંગ વચ્ચે ઘર્ષણ:પોલીસે હોટલમાં રેડ કરતાં આરોપીઓએ ફાયરિંગ કર્યું, સ્વબચાવમાં પોલીસે એકને પગમાં ગોળી ધરબી
Published: November 11, 2025 •
Language: English
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને શાર્પશૂટર ગેંગના ઈસમો વચ્ચે ઘર્ષણ થયું હતું. હથિયાર આપવા આવ્યાં તે વખતે હોટલમાં રોકાયેલા ઈસમોને પોલીસ ઝડપવા ગઈ હતી. તે દરમિયાન પોલીસ અને ગેંગ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગેંગે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જેને પગલે પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું. જેને પગલે હથિયારો આપવા આવેલા પાંચ પૈકી એકને પગના ભાગે ગોળી વાગી હતી. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લાની એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે. પકડાયેલા ઈસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અમે આ સમાચારને અપડેટ કરી રહ્યા છીએ…
