Gujarati News

બિહાર વિધાનસભા ચૂંટણી : ECએ કહ્યું, ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો, ગેરરીતિ પણ ન થઈ

Published: November 8, 2025 • Language: English


Bihar Assembly Election Data : બિહારમાં ગુરુવારે (6 નવેમ્બર યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં મતદાન ટકાવારીના પાછલા તમામ રેકોર્ડ તૂટી ગયા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બિહારના રેકોર્ડ મતદાનને ઐતિહાસિક ગણાવ્યું છે.

કોઈપણ કેન્દ્ર પર ગેરરીતિ થઈ નથી : ચૂંટણી પંચ

ચૂંટણી પંચે આજે (7 નવેમ્બર) જાહેરાત કરી છે કે, ‘પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ક્યાંય પણ ગેરરીતિ મળી નથી. પહેલા તબક્કાની ચૂંટણીને લઈને કરવામાં આવેલી તપાસ બાદ કોઈ પણ મતદાન કેન્દ્ર પર ગેરરીતિ મળી નથી અને કોઈ તરફથી ફરીથી મતદાન કરાવવાની ભલામણ પણ થઈ નથી.

Read more

← Back to Home