Divya Bhaskar Gujarat

ફોર્ચ્યુનર ગાડીમાં બેસી ક્રિકેટનો સટ્ટો રમાડતા બે પકડાયા:આરોપીઓએ કરોડોના ક્રેડિટ વાળા આઇડી ભાડે લીધા હતા, 31.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Published: November 4, 2025 • Language: English

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નિકોલમાંથી ફોર્ચ્યુનર ગાડીમાં બેસીને ક્રિકેટ સટ્ટો રમાડતા બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ અન્ય વ્યક્તિ પાસેથી કરોડોની ક્રેડિટના બે અલગ અલગ આઈડી લીધા હતા. આ આઈડીમાં અન્ય લોકોને એડ કરીને ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા. બંને આરોપીઓની કાર સાથે ધરપકડ કરીને 31.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી ક્રિકેટ સટ્ટાની વેબસાઇટમાં લૉગિન મળી આવ્યું
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નિકોલ ગામમાં આવેલી સંકલ્પ સ્કૂલ પાસેથી ખુલ્લા મેદાનમાં ફોર્ચ્યુનર ગાડીમાંથી નીતિન ચોડવાડીયા અને અરુણ ચૌહાણની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા મોબાઈલ ફોન તપાસતા ક્રિકેટ સટ્ટાની વેબસાઇટમાં લૉગિન મળી આવ્યું હતું. આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ મિસ્ટર બજાજ નામના વ્યક્તિ પાસેથી આઈડી લીધા હતા. આ આઈડીમાં 12 કરોડ અને 5 કારોડની ક્રેડિટ પણ હતી. આરોપીઓ હારજીતના 90 ટકા પોતાની પાસે રાખતા હતા, જ્યારે 10 ટકા મિસ્ટર બજાજને આપતા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને ફોર્ચ્યુનર કાર, મોબાઈલ ફોન સહિત કુલ 31.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Read more

← Back to Home