ફરી એક લાખ રૂપિયાની નીચે જઈ શકે સોનાના ભાવ! ટ્રમ્પ, ટ્રેડ ડીલ સહિત આ 4 પરિબળો જવાબદાર
Published: October 30, 2025 •
Language: English

Gold Price fall 2025: વૈશ્વિક બજારોમાં ચાલી રહેલા કેટલાક સકારાત્મક રાજકીય અને આર્થિક વલણોને કારણે આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. એક સમયે સોનાના ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયા હતા, તે ફરી આ સ્તરની નીચે જઈ શકે છે તેવો અંદાજ નિષ્ણાતો લગાવી રહ્યા છે. ત્યારે આ ચાર મુખ્ય પરિબળો પાછળ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે. જ્યારે વૈશ્વિક તણાવ, યુદ્ધો અને અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારો જોખમ ટાળવા માટે સોના તરફ વળે છે.
