પ્રશાંત વર્મા પર 200 કરોડની હેરફેરનો નિર્માતાઓનો આરોપ
Published: November 4, 2025 •
Language: English

– હનુમાન ફિલ્મના સર્જક-દિગ્દર્શક બાખડયા
– પ્રશાંતની રણવીર સાથેની રાક્ષસ બાદ પ્રભાસ સાથેની બ્રહ્મ રાક્ષસ પણ અટકે તેવી સંભાવના
મુંબઇ : ભારતભરમાં સફળ થયેલી ફિલ્મ ‘હનુમાન’ના નિર્માતા નિરંજન રેડ્ડીએ ફિલ્મના દિગ્દર્શક પ્રશાંત વર્મા પર ૨૦૦ કરોડની હેરાફેરીનો આરોપ મૂક્યો છે. પ્રશાંત વર્માએ આ આરોપો નકાર્યા છે. બંનેએ એકબીજા સામે તેલુગુ ફિલ્મ ચેમ્બરમાં ફરિયાદ નોંધાવી છે.
