News For India – Gujarat
Loading…

પ્રમુખસ્વામી જન્મજયંતીની થશે રંગેચંગે ઉજવણી:શાહીબાગ સ્વામિ મંદિરે પ્રમુખસ્વામી જન્મજયંતી ઉત્સવના કાર્યક્રમો થશે

બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી મહારાજનું 1 વર્ષ પછી અમદાવાદમાં આગમન થઈ રહ્યું છે. સ્વામીજી 21 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી શાહીબાગસ્થિત સ્વામિનારાયણ મંદિરમાં નિવાસ કરશે. 8 ડિસેમ્બરે પ્રમુખસ્વામીના જન્મ જયંતીની દેશવિદેશનાં તમામ મંદિરોમાં ઉજવણી કરાશે. કાર્યક્રમની સૂચિ ભગવાનને 80 શાકભાજી, 20થી વધુ ફળો અર્પણ કરાયાં પ્રબોધિની એકાદશી નિમિત્તે બીએપીએસ શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવની રંગીન ઝાંખી, ભગવાન સમક્ષ 80થી વધુ પ્રકારની શાકભાજી અને 20થી વધુ ફળોથી અર્પણ કરાયેલ કલાત્મક હાટડી જોવા હજારો હરિભક્તો ઉમટી પડ્યા. પૃથ્વીપ્રત્યેની કૃતજ્ઞતા અને પરમાત્મા પ્રત્યેના ભક્તિભાવની અનોખી અભિવ્યક્તિ રૂપે ઉજવાયેલા શાકોત્સવે મંદિરને હરિયાળી રંગમાં રંગ્યું અને આરતી સમયે ભક્તિભાવ છલકાયો હતો.

Read more at source