Divya Bhaskar Gujarat

પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન 16 નવેમ્બર 2025ના રોજ આયોજન:રજીસ્ટ્રેશન કરાવવા અપીલ, નાગરિકો જોડાઈ સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશ આપશે

Published: November 4, 2025 • Language: English

શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સંયોજન હેઠળ પોરબંદરમાં આગામી રવિવાર, 16 નવેમ્બર, 2025ના રોજ કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના દરિયાકાંઠે મોટી સંખ્યામાં દોડવીરો અને નાગરિકો જોડાઈ સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશ આપશે. ક્લબ દ્વારા તમામ નાગરિકોને પરિવાર સાથે વહેલાસર રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે. દોડવાના વ્યાયામથી શારીરિક ક્ષમતામાં વધારો, હાર્ટ ફિટનેસ અને માનસિક તાજગી મળે છે, તેથી સ્વાસ્થ્ય માટે સકારાત્મક પગલું રૂપે મેરેથોનમાં જોડાવા અનુરોધ કરાયો છે. આ મેરેથોનમાં વિવિધ કેટેગરીમાં દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 કિમી કિડ્સ રન, 5 કિમી ફન રન (ચાલવાની મંજૂરી સાથે, કોઈ સમય મર્યાદા નહીં), 5 કિમી સ્માર્ટ રન, 10 કિમી ફિટનેસ રન અને 21 કિમી હાફ મેરેથોનનો સમાવેશ થાય છે. ક્લબના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આ આયોજન પોરબંદરની ઓળખને રાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનાવશે. આ ઇવેન્ટમાં શહેરવાસીઓની સક્રિય ભાગીદારી જરૂરી છે.

Read more

← Back to Home