પોરબંદરમાં 24 કલાકમાં દારૂના 14 ગુન્હા નોંધાયા:પોલીસે દરોડા પાડી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી
Published: November 4, 2025 •
Language: English
પોરબંદર શહેર અને જિલ્લામાં ગેરકાયદે દારૂની પ્રવૃત્તિઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં પોરબંદર પોલીસે વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી દારૂ સંબંધિત 14 અલગ-અલગ ગુન્હા નોંધ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અઝગર ઉર્ફ કાલો ઉમરભાઈ સેતા, અરવિંદ બાબુભાઈ મકવાણા, ચિરાગ હસમુખભાઈ સલેટ, હેમાંગ દિનુભાઇ સિંધવ, મિલન માવજીભાઈ કોટીયા, રામા માલદેભાઈ ઓડેદરા, ભરત કાનાભાઈ અગાઠ, ખીમા માલદેભાઈ આગઠ, સુનિલ માલદેભાઈ સોલંકી, સંજય નાથાભાઈ માવદીયા, કાના જખરાભાઈ ઓડેદરા, માલદે અરજણભાઈ કેશવાલા અને લક્ષણીબેન ઇબાબુ વાઘેલા સહિતના શખ્સો વિરુદ્ધ ગુન્હા દાખલ કર્યા છે. આ કેસમાં નિલેશ મગનભાઈ પરમાર નામનો એક આરોપી હાલ ફરાર છે. પોલીસે તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
