Divya Bhaskar Gujarat

પાલનપુરમાં ડીજીપી કપ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધા શરૂ:ગુજરાતની 12 ટીમોએ ભાગ લીધો, જિલ્લા પોલીસ વડાએ ખુલ્લી મૂકી

Published: November 4, 2025 • Language: English

પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પોલીસ ડીજીપી કપ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધા 2025નો પ્રારંભ થયો છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના હસ્તે આ સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી. આ સ્પર્ધામાં કબડ્ડી અને ખો-ખો સહિતની વિવિધ રમતોનો સમાવેશ થાય છે. આયોજન 4 થી 6 નવેમ્બર 2025 દરમિયાન કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાંથી કુલ 12 ટીમો આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે ઉપરાંત ડીવાયએસપી બી.એમ. પરમાર, જે.જે. ગામીત, સી.એલ. સોલંકી, જેલ સુપ્રિટેન્ડેન્ટ વી.પી. ગોહિલ, આરપીઆઈ ભાવેશ જોશી, પીઆઈ એસ.એમ. પટણી, અંકુર દેસાઈ, કે.વી. ચાવડા, પીએસઆઈ એન.ટી. જાડેજા અને એસઆરપીએફના ગ્રુપ સહિત પોલીસ સ્ટાફ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રથમ કબડ્ડી મેચ નિહાળી હતી.

Read more

← Back to Home