પાલડીની દીવાન-બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ કબડ્ડીમાં વિજેતા:ખેલ મહાકુંભ ઝોન કક્ષાની અંડર-14 સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું
Published: November 10, 2025 •
Language: English
ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પાલડી સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાઈમરી ઈંગ્લિશ સ્કૂલના અંડર-14 બોયઝ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે. આ ટીમે પ્રથમ સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધાનું આયોજન નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમે હવે જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પણ પસંદગી મેળવી છે, જ્યાં તેઓ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.
